દ્વારકા તાબેના અણીયારી ગામે રહેતા સુકાભા હઠીયાભા માણેક નામના 30 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે તેમને કોઈ કામ ધંધો મળતો ન હતો. જેથી તે કામ અર્થે દ્વારકા ગયા હતા, પરંતુ અહીં પણ તેમને કોઈ કામ ધંધો ન મળતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. જેથી ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર વંદે ભારત ટ્રેન હેઠળ પડતું મૂકીને તેમણે જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ વેરશીભા માણેકએ દ્વારકા પોલીસને કરી છે.
હમુસરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
મીઠાપુર તાબેના હમુસર ગામે રહેતા રાહુલભા પરબતભા હાથલ નામના 28 વર્ષના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 19,800 ની કિંમતની વિદેશી દારૂની 18 બોટલ કબજે કરી, તેની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેણે રમેશભા ભારાભા હાથલ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. જે અંગે મીઠાપુર પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
