ભારતને આપેલી રશિયન ક્રુડ ખરીદીની છૂટ સમાપ્ત થશે,અમેરિકાએ ફરી ચિંતા વધારી

અમેરિકી વિદૃેશમંત્રી રૂબિયોએ જ વિરોધ કર્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે વૈશ્વિક તેલ અને ગેસ બજારને લઈને એક ચિંતાજનક સ્થિતિના એંધાણ છે. અમેરિકા ટૂંક સમયમાં જ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપેલી પ્રતિબંધોની છૂટછાટને વહેલી તકે નાબૂદ કરવા જઈ રહ્યું છે.
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તાજેતરમાં જ કોંગ્રેસની સુનાવણી દરમિયાન આ અંગેના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ભારત આ અમેરિકન રાહતનો સૌથી મોટો લાભાર્થી દેશ રહ્યો છે, કારણ કે આ છૂટછાટ મળ્યા બાદ જ ભારતે રશિયા પાસેથી કાચા તેલની આયાત પુન: શરૂ કરી હતી. હવે આ છૂટછાટ ખતમ થવાથી ભારત માટે ક્રૂડ ઓઇલની આયાતનું સંકટ ફરી એકવાર વધી શકે છે.
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સેનેટની વિદેશ નીતિ સમિતિ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયન તેલ ખરીદી પર આપવામાં આવેલી વર્તમાન છૂટ મર્યાદિત સમય માટે જ હતી. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ની નાકેબંધી થઈ ગઈ હતી, જેના લીધે વૈશ્વિક સ્તરે ઓઇલ સપ્લાય ખોરવાઈ ગયો હતો અને કિંમતો આસમાને પહોંચી હતી.

રિલેટેડ ન્યૂઝ