ભારતની અગ્રણી ક્લોર-આલ્કલી કંપનીઓમાંની એક એવી ગુજરાત અલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસીએલ અથવા કંપની) એ તેના ગુજરાતમાં આવેલા ઉત્પાદન એકમો માટે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી મેળવવા માટે ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (ક્લીનમેક્સ) સાથે ભાગીદારી કરી છે. આ પ્રોજેક્ટમાં 75.90 મેગાવોટની પવન વિન્ડ ક્ષમતા અને 84.34 મેગાવોટ પીકની સૌર ઊર્જા (સોલાર) ક્ષમતાનો સમાવેશ થશે, જેમાંથી ગ્રૂપ કેપ્ટિવ માળખા હેઠળ જીએસીએલ ના દહેજ અને વડોદરા એકમોને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી સપ્લાય કરવામાં આવશે. આ સુવિધાઓમાંથી ઉત્પાદિત થનારી 100% વીજળીનો ઉપયોગ જીએસીએલ દ્વારા કરવામાં આવશે. આનાથી કંપનીને વધુ સ્વચ્છ અને ટકાઉ ઔદ્યોગિક કામગીરી તરફ આગળ વધવામાં મદદ મળશે અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાની આપણા દેશની પ્રતિબદ્ધતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે.
ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુલદીપ જૈને જણાવ્યું હતું કે, “જીએસીએલ સાથેની અમારી ભાગીદારી દર્શાવે છે કે કેવી રીતે મોટી ઉત્પાદક કંપનીઓ કાર્યકારી વિશ્વસનીયતા જાળવી રાખીને મોટા પાયે રિન્યુએબલ એનર્જી તરફ સંક્રમણ કરી શકે છે. આ પ્રોજેક્ટ ક્લીનમેક્સ માટે અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ ’ગ્રૂપ કેપ્ટિવ’ ડીલ પણ છે. ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક આધાર અને અનુકૂળ રિન્યુએબલ એનર્જી સંસાધનોને કારણે ક્લીનમેક્સ માટે હંમેશાં એક મુખ્ય બજાર રહ્યું છે, અને જીએસીએલ જેવી અગ્રણી કંપનીઓને તેમની નેટ-ઝીરો સફરમાં સપોર્ટ કરવામાં અમને ગર્વ છે.”
શ્રીમતી અવંતિકા સિંઘ, આઈએએસ એ જણાવ્યું હતું કે, “જીએસીએલ માં, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી એ અમારી લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ છે. અમે ક્લોર-આલ્કલી કેમિકલ્સના ઉત્પાદક છીએ અને બાય-પ્રોડક્ટ્સ (ડેરિવેટિવ્ઝ) સાથે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીએ છીએ જે કાપડ (ટેક્સટાઇલ), કાગળ, એલ્યુમિના, ફાર્માસ્યુટિકલ્સ અને વોટર ટ્રીટમેન્ટ સહિતના ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. ભારતના અગ્રણી કેમિકલ ઉત્પાદકોમાંના એક તરીકે, અમે અમારી સમગ્ર કામગીરીમાં જવાબદાર અને પર્યાવરણ પ્રત્યે સભાન પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ક્લીનમેક્સ સાથેની અમારી ભાગીદારી અમને અમારા પાવર મિક્સમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીને સામેલ કરવા સક્ષમ બનાવે છે, જે અમારી ઉત્પાદન પ્રક્રિયાઓની પર્યાવરણીય અસરને ઘટાડવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવાની સાથે ઊર્જાની વિશ્વસનીયતાને મજબૂત કરે છે.”
