ભુજ આવો, મેકડોનલ્ડ્સ આવો! વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડે કચ્છમાં પહેલું મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં શરૂ કર્યું

પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનલ્ડ્સ ઈન્ડિયાના રેસ્ટોરાંની માલિકી ધરાવતી અને ઓપરેટ કરતી વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ લિમિટેડે ગુજરાતના ભુજ શહેરમાં તેનું પહેલું મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં શરૂ કર્યું છે. આ સાથે વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડે દેશના ઝડપથી વિકસી રહેલા શહેરોમાંના એક ભુજમાં પ્રવેશ કર્યો છે અને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ નવા રેસ્ટોરાં સાથે હવે ગુજરાતભરમાં વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડના 60થી વધુ મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં કાર્યરત છે, જેના લીધે વધુને વધુ ગ્રાહકોને સરળતાથી મેકડોનલ્ડ્સની વિવિધ વાનગીઓનો સ્વાદ અને અનુભવ મળશે.
કચ્છના ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર પ્લોટ નંબર 5 અને 6 ખાતે આવેલું આ નવું 3,500 ચોરસ ફૂટનું રેસ્ટોરાં પરિવારો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મુસાફરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે. ભુજના લોકો હવે પ્રથમ વખત પોતાના શહેરમાં મેકડોનલ્ડ્સની વિખ્યાત વાનગીઓનો આનંદ માણી શકશે. અહીં ગ્રાહકોને વિવિધ પ્રકારના બર્ગર, રેપ્સ, ફ્રાઇઝ, ડેઝર્ટ્સ અને મેકકેફેના ખાસ પીણાં મળશે. રેસ્ટોરાંને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં લોકો આરામથી બેસીને ભોજનનોશ્રેષ્ઠઅનુભવમાણીશકે. સાથે જ અહીં ગુણવત્તા, સર્વિસ, સ્વચ્છતા અને યોગ્ય કિંમત જેવા મેકડોનલ્ડ્સના વૈશ્વિક ધોરણોનું પણ સંપૂર્ણ પાલન કરવામાં આવે છે.
ફૂડ સેફ્ટી અને ગ્રાહકોના વિશ્વાસને સર્વોચ્ચ મહત્વ આપતાં અહીં શાકાહારી અને માંસાહારી વાનગીઓ બનાવવાની વ્યવસ્થા સંપૂર્ણપણે અલગ રાખવામાં આવી છે. રસોડામાં બંને પ્રકારના ખોરાક માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અલગ વાસણો, સાધનો, હાથમોજાં અને વિવિધ સામગ્રી રાખવાની પણ જુદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કર્મચારીઓને આ પ્રક્રિયાઓ અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ