મોંઘવારીની જેલમાં જનતા કેદ હોય તેવુ દર્શાવી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નીટ પેપર લીકનો રથ કાઢી સરકાર પર આકરા પ્રહાર, જીવનજરૂરી વસ્તુના ભાવ મુદ્દે યોગ્ય કરવા કલેક્ટરને આવેદન

સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ ગઊઊઝ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલા પેપર લીક કૌભાંડના કારણે લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. દેશની જનતા અને યુવાનોને આર્થિક તથા માનસિક રીતે બરબાદ કરતી આ બંને સમસ્યાઓ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમના ભાગરૂૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા, અને રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર સહિત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળ નીતિઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે “મોંઘવારીની જેલ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જેલમાં “સામાન્ય જનતા”ને કેદી તરીકે દર્શાવી એ સંદેશ આપવામાં આવ્યો હતો કે આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જેલવાસ ભોગવી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ખાદ્યતેલના ડબ્બાના વિશેષ વેશ (ડ્રેસ) ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નેટ પેપર લીક બાબતે રથ કાઢ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ