સાસણગીર વિસ્તારના વિકાસ અને પ્રવાસનને વેગ આપવા ગાંધીનગરમાં બેઠક

સાસણગીર હોટલ એસો.ના પ્રમુખ વિનુભાઈ જીવાણીએ ઉપયોગી સુચનો કર્યા

સાસણગીર વિસ્તારના સર્વાંગી વિકાસ અને પ્રવાસન વિકાસને વેગ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે અગત્યની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૌશિકભાઈ વેકરીયા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સાસણગીર હોટલ એસોસિએશન પ્રમુખ વિનુભાઈ જીવાણી તથા પદાધિકારીઓએ ભાગ લઈ સાસણ ગીર વિસ્તાર તથા પ્રવાસન વિકાસને વેગ આપવા ચર્ચાઓ કરી ઉપયોગી સૂચનો કર્યા હતા.સાસણ ગીર વિસ્તારના વિકાસને વધુમાં વધુ વેગ મળે માટે સરકાર તત્પર હોવાનું નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ