સોમનાથ સાનિધ્યે હિરણ નદીના કિનારે યોજાયેલ ભાગવત કથાનું સમાપન

અમદાવાદથી ઋષિભારતી બાપુ સહિત કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા હિરણ નદી ના કિનારે કોળી સમાજ દ્વારા યોજાયેલ ભાગવત્ કથા નુ સમાપણ થયેલ છે કથા મા સમાન ના આગેવાનો સાંસા ધારાસભ્ય સહિત આગેવાનો એ હાજરી આપી હતી અને અંતિમ દિવસે અમદાવાદ ના સરખેજ થી રીષી ભારતી બાપુ પધારેલ હતા તેવો એ જણાવ્યું કે સોમનાથ પ્રભાસપાટણ અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ ની ખુબજ મોટી વસ્તી આવેલ છે તો કોળી સમાજ ના તમામ લોકો અંધશ્રદ્ધા માંથી બહાર આવે અને વ્યસનો સહિત ના દુષણો દુર કરવા અને સમાજ નુ મોટું વોટીગ હોવાથી સતા ના મેન પાવર મા આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી.
કથા ના અંતિમ દિવસે કથા પુર્ણ વિરામ બાદ યજ્ઞ નુ આયોજન કરવામાં આવેલ હતું જેમા પિતૃઓના મોક્ષાર્થે યજ્ઞ કરવામાં આવેલ. કથા ને સફળ બનાવવા સમિતિ ના તમામ જલાબદાર હોદેદારો અને સ્વયમ સેવકો અને ભોજન વ્યવસ્થા કરતી ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ