શ્રીકલા મ્યુઝીકલ ગ્રુપના આયોજક સોનલબેન બોસમીયા તેમજ સહઆયોજ નરેન્દ્રભાઈ રાજા દ્વારા આગામી તા.10નાં બુધવારના રોજ સાંજે 6 થી 9 ઈવનીંગ પોસ્ટ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે. કરાઓકે હિન્દી ફિલ્મી ઓલ્ડ, કોમેડી, ડાન્સીંગ, ગઝલ, ગુજરાતી વગેરે ગીતોનો ધમાકા કાર્યક્રમ નિ:શુલ્ક રીતે મનોરંજન માટે યોજાયેલ છે. અનુભવી સીંગરો ધમાલ કરશે. આ કાર્યક્રમમાં સિંગરો નરેન્દ્રભાઈ રાજા, સોનલબેન બોસમીયા, ચેતનભાઈ પંડયા, સીંવભાઈ વોરા, જયેશભાઈ પોપટ, મહેશભાઈ આડેસરા, વિમલભાઈ દેસાઈ, માનસુરભાઈ ડાવેરા, મહેશભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ નથવાણી, ગીતાબેન ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, મનીષાબેન તેતર સહિતના ગીત સંગીતનું સમઝટ બોલાવશે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ એસ.ટી.ને મળી નવી 5 વોલ્વો વડોદરાનું ભાડુ રૂ.803, ભૂજનું રૂ.715
મેયર ડો.નેહલ શુક્લના હસ્તે નવી બસને અપાઇ લીલીઝંડી ગુજરાત રાજ્ય્ માર્ગ વાહન વ્યીવહાર નિગમ (ૠજછઝઈ) દ્વારા... -
હા.બોર્ડના ભયગ્રસ્ત ક્વાટર મનપાને ચોમાસા ટાંણે જ દેખાયા! વીજ જોડાણ કાપવા ‘ધમકી’
મોટાભાગના ફ્લેટ ભયગ્રસ્ત જાહેર, તમામને રિનોવેશન કરી સ્ટેબિલિટી સર્ટિ આપવા આખરી અલ્ટીમેટમ રૂપે નોટિસ 700 ફ્લેટમાં... -
કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં ભેળસેળનો થયો ઓનપેપર ભાંડાફોડ
કહેવાતા ‘શુધ્ધ ઘી’માં વનસ્પતિ તેલની ભેળસેળ હોવાનો ભાંડો સતાવાર રીતે લેબોરેટરી પરિક્ષણમાં ફૂટ્યો રાજકોટના કેવડાવાડીમાં ગરબી...
