12 ગુનામાં સંડોવણી : 30 વર્ષની સજાનો આરોપી રાજકોટ જેલ હવાલે કરાયો
જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ ઓપરેશન કારાવાસ-2 અંતગર્ત પાંચ મર્ડર તથા બે દુષ્કર્મ સહિતના 12 ગુન્હામાં સંડોવાયેલ અને 30 વર્ષની સજા પામેલ છેલ્લા 16 માસથી પેરોલ જમ્પ થયેલ જૂનાગઢના રીઢા ગુન્હેગાર મોહન હમીર ગોહિલને મુંબઈ બોરીવલી રેલ્વે સ્ટેશન ખાતેથી દબોચી લઈ, રાજકોટ જેલ હવાલે કર્યો છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ જુદા- જુદા પોલીસ સ્ટેશનોમા પેરોલ જમ્પ કરી ગયેલ આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી કાર્યરત હતા. જે દરમિયાન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સને-2007 માં દાતાર પર્વતની ધાર્મિક જગ્યા પર ” ચાંદની હત્યા કાંડ થી સમગ્ર ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલ બનાવ. જે બનાવમાં દાતાર પર્વત પર પ્રવાસી તરીકે આવેલ પરીવારની દિકરીને તથા તેની બહેનપણીને આરોપી મોહન હમીર ગોહિલ તથા તેના સાગરીત દ્વારા દાતાર પર્વતની સીડી પરથી સીડીની બાજુમાં આવેલ જંગલ વિસ્તારમાં બળજબરીપુર્વક ઢસડી લઇ જઇ દુષ્કર્મ ગુજારી ખુન કરી જધન્ય કૃત્ય કરી નાશી ગયેલ. જે ગુન્હામાં જૂનાગઢના પાંચમા એડી. સેશન્સ કોર્ટ દ્વારા સને-2011 માં આરોપી મોહન હમીર ગોહિલ (રહે. બિલખા રોડ, જૂનાગઢ)ને 30 વર્ષની સજા તથા 29,000 ના દંડની સજા કરવામાં આવેલ. જે આરોપી રાજકોટ, મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હોય. અને આરોપી ગુજરાત હાઇકોર્ટના હુકમ દિન-14 ના પરેોલ રજા પર ગયેલ અને તા.05/02/2025 ના રોજ જેલ પર હાજર થવાનું હોય પરંતું હાજર થયેલ નહિ અને ફરાર થયેલ. જે આરોપીની મોહન હમીર ગોહિલ સુરત રેલ્વે સ્ટેશન ત્યારબાદ મહારાષ્ટ્ર રાજયના બોમ્બે રેલ્વે સ્ટેશન તથા બોરીવલી રેલ્વે સ્ટેશન ખાતે જેવી અલગ-અલગ જગ્યાઓએ આશ્રય સ્થાન બદલી વેશપલટો કરી છુપાતો હોવાની બાતમી હકીકત જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઇ. ઉમેશભાઇ વેગડાને મળેલ.
આ બાતમી હકિકત મળતા. સદરહું પેરોલ જમ્પ થયેલ આરોપીની તપાસ અર્થે પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. ઉમેશભાઇ વેગડાને મહારાષ્ટ્ર રાજયના બોરીવલી ખાતે મોકલતા. તેઓ દ્વારા સ્થાનીક સોર્સ ઉભા કરી મજકુર ઇસમની વોચ તપાસમાં મહારાષ્ટ્ર રાજયના બોરીવલી ખાતે સતત દિન-5 સુધી મજુરવેશ ધારણ કરી ખાનગી રાહે સતત વોચ રાખતા મજકુર આરોપી મોહન હમીર ગોહિલ મળી આવતા પકડી પાડી સ્થાનીક પોલીસની મદદ મેળવી હસ્તગત કરી મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે સોપી આપવામા આવેલ છે.
