ઓપન એઆઈના GPT -5.6 મોડેલના રોલઆઉટ કરવા પર ટ્રમ્પ તંત્રનું નિયંત્રણ

દુનિયાભરમાં ટેક માર્કેટમાં ક્ડાકો સર્જનાર આદેશની હકીકત બહાર આવી

અત્યંત એડવાન્સ એઆઈ મોડેલથી અમેરિકાની સલામતી સિસ્ટમ સામે પણ પ્રશ્ર્ન ઉઠી શકે છે

આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સના હાઉ વચ્ચે હવે અમેરિકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર તેમાં સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે અને હાલમાં એન્થ્રોપીકને તેના નવા મોડલ અમેરિકા બહાર કોઈ કંપની કે સરકારને ન આપવા આદેશ અપાયો છે તે બાદ હવે વધુ એઆઈ કંપની ઓપન એઆઈને પણ તેનું જીપીટી 5.6 મોડલ ફકત પસંદગીના સરકાર જેને મંજુરી આપે તે પાર્ટનર સાથે જ શેર કરવા જણાવ્યું છે. જીપીટી 5.6 એ અત્યંત શક્તિશાળી એઆઈ મોડેલ ગણાય છે અને તેના કારણે અનેક જોખમો પણ ખાસ કરીને સલામતી અને સૈન્ય સંબંધી સર્જાઈ તેવો ભય છે અને તેના કારણે ટ્રમ્પ તંત્રએ આ પ્રકારે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સના વ્યાપ પર હાલ લગામ મુકી છે. અમેરિકી તંત્રના આ આદેશના કારણે દુનિયાભરના ટેક બજારોમાં પણ કડાકા સર્જાયા હતા. અમેરિકી સરકાર એઆઈના નવા નવા મોડેલમાં વધુ સાવચેતી સાથે આગળ વધી રહી છે. ઓપન એઆઈના સીઈઓ સામ અલ્ટમેન એ જાહેર કર્યુ હતું કે કંપની તેનું આ નવું મોડેલ હાલ દુનિયામાં રિલીઝ નહી કરે અને અમેરિકી સરકારના આદેશ મુજબ આગળ વધશે.

રિલેટેડ ન્યૂઝ