ઉનાના સૈયદ રાજપરા બંદરે આરોગ્ય-યજ્ઞનો શુભારંભ કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ

પોલિયો નાબૂદીના સંકલ્પ સાથે બુથનું મંગલ ઉદ્ઘાટન

પ્રભાતવેળાએ ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરની ધરતી પર માનવતાની સેવારૂપી એક પવિત્ર યજ્ઞનો શુભારંભ થયો. ઉના તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ પ્રકાશભાઈ જીતુભાઈ બાંભણીયાના વરદ હસ્તે પોલિયો નિર્મૂલન અભિયાન અંતર્ગત પોલિયો બુથનું મંગલ ઉદ્ઘાટન સંપન્ન થયું.
જાણે નાનાં ભૂલકાંઓના નિર્મળ જીવનમાંથી પોલિયોરૂપી અંધકારને હંમેશ માટે દૂર કરવા માટે આરોગ્ય-દેવતાનું આહ્વાન કરાયું હોય, તેવા દિવ્ય ભાવ સાથે આ કાર્યક્રમ યોજાયો. પ્રકાશભાઈ બાંભણીયાએ દીપ પ્રજ્વલિત કરી આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય-મહાયજ્ઞમાં પોતાની આહુતિ અર્પણ કરી. ઉપસ્થિત આરોગ્ય કર્મયોગીઓ, ગ્રામજનો અને બાળકોના વાલીઓએ “દો બૂંદ જિંદગી કી” ના સંકલ્પને દોહરાવી, આવનારી પેઢીને પોલિયોમુક્ત ભારતની ભેટ ધરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો. બંદરની આપાવનભૂમિ પરથી આરોગ્ય અને જાગૃતિનો સંદેશ લઈને સૌએ વિદાય લીધી. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ એ બાળ સ્વાસ્થ્યના રક્ષણ માટે મંડાયેલા આ પુણ્ય-પ્રકલ્પમાં સહભાગી થઈ દરેક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી

રિલેટેડ ન્યૂઝ