જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જયવીરસિંહ રાણાની પ્રમુખ તરીકે પૂન: વરણી

જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓની સંસ્થા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં આગામી કાર્યકાળ માટે મંડળીના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
સભામાં કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખી સતત સક્રિય કામગીરી, કર્મચારી કલ્યાણલક્ષી અભિગમ તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસોને ધ્યાને લઈ જયવીરસિંહ ભારુભા રાણા ની પ્રમુખ તરીકે પુન: સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમની આગેવાની હેઠળ મંડળીએ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું સભામાં જણાવાયું હતું.
આ ઉપરાંત જયભાઈ જીતેન્દ્રભાઈ પુરોહિતની ઉપપ્રમુખ તરીકે તથા કલ્પેશભાઈ મગનલાલ ચુડાસમા ની માનદ મંત્રી તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ