મુંબઈમાં ફરી મેઘતાંડવ:જનજીવન અસ્તવ્યસ્ત

આર્થિક પાટનગરમાં આખી રાત પાણી વરસ્યુ:ઓરેન્જ એલર્ટ જાહેર

નીચાણવાળા વિસ્તારો, માર્ગો અન્ો સબ વેમાં પાણી ભરાયા: ટ્રાફિક ઠપ મહાનગરમાં આખુ સપ્તાહ મેઘમહેરની આગાહી

ગુજરાતમાં ચોમાસાના આગમનની આશા દ્રઢ બની

ગુજરાતને મેઘરાજા હજુ પ્રતિક્ષા કરાવી રહ્યા છે. જ્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી ધમાકેદાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. આર્થિક પાટનગર એવા મુંબઇમાં ફરી જોરદાર વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા ભાગો જળબંબાકાર બન્યા હતા. અંધેરી સબળે રાત્રે જ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદી દોર ચાલુ રહેવાની આગાહી સાથે હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું હતું.
મુંબઇમાં ગત સપ્તાહમાં ભારે વરસાદ ત્રાટક્યા બાદ મેઘરાજા નવા સપ્તાહના પ્રારંભે જ ફરીથી ત્રાટક્યા હોય તેમ મધરાતથી મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો હતો. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. એકધારા વરસાદને કારણે નવા સપ્તાહના પ્રારંભે જ ઓફિસ કામના સ્થળોએ જવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જાુરુ, વર્સોવા જેવા ભાગોમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી હતી. અંધેરી સબવે આખો ડુબી જતા રાત્રે 1.45 વાગ્યાથી જ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેને કારણે લાખો લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો પણ પાણીથી લથબથ અને જળબંબાકાર જેવા બન્યા હતા. પરિણામે વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા હોવાથી ટ્રેન સેવા ધીમી થઇ હતી.
હવામાન વિભાગ દ્વારા 50 કીમી સુધીના તોફાની પવન અને વિજળીના કડાકા સાથે વધુ વરસાદ આગાહી કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સીએ આજે સોમવારથી શનિવાર સુધી વરસાદી સિલસિલો જારી રહેવાની તથા અમુક ભાગોમાં પૂર જેવી હાલત સર્જાવાની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ર્ચિમી પવન મજબુત બનવાની સાથોસાથ ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી જુલાઇના પ્રથમ સપ્તાહમાં મુંબઇ, થાણે, નવી મુંબઇ, પાલઘર, રાયગઢ તથા દરિયાઇ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

દૃેશના અડધાથી વધુ ભાગોમાં ચોમાસાના આગમનની લોકો ચાતક નજરે રાહ જોઇ રહૃાા છે પરંતુ મેઘરાજાન્ો દૃેશના આર્થિક પાટનગર મુંબઇન્ો પસંદૃ કર્યું હોય એમ ફરીથી રવિવારે રાત્રે ભારે વરસાદૃ પડતા નીચાણવાળા વિસ્તારોમાં અનેક માર્ગો ત્ોમજ સબ-વેમાં પાણી ભરાઇ જતા ટ્રાફિક ઠપ થઇ ગયો હતો, જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચેે મુંબઇમાં સમગ્ર સપ્તાહ મેઘમહેરની આગાહી કરવામાં આવી છે, મુંબઇમાં ફરી શરૂ થયેલા મેઘરાજાના રાઉન્ડે ગુજરાતમાં ચોમાસાના આગમનની આશા ઢ બની છે.

રિલેટેડ ન્યૂઝ