જ્યુનિપર ગ્રીન એનર્જીએ એન્વિઝન એનર્જી ઇન્ડિયા સાથે મળીને ભારતનું સૌથી મોટું વિન્ડ ટર્બાઇન સ્થાપ્યું

જ્યુનિપર ગ્રીન એનર્જી સાથે સહયોગમાં અગ્રણી ઓ ઇ એમ, એન્વિઝન એનર્જી ઇન્ડિયા એ ભારતના સૌથી મોટા વિન્ડ ટર્બાઇનનું કમિશનિંગ કર્યું, જે દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર અને કંપનીના વિસ્તરતા પવન પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
એન્વિઝન એનર્જી ઇન્ડિયાનું ઊગ1825ખઠ વિન્ડ ટર્બાઇન 5ખઠ ક્ષમતા અને 182-મીટર રોટર વ્યાસ, ટ્યુબ્યુલર સ્ટીલ ટાવર સાથે 105.56 મીટર હબ ઊંચાઈ પ્રદાન કરે છે, જે તેને ભારતમાં અત્યાર સુધી સ્થાપિત રોટર વ્યાસ દ્વારા સૌથી મોટું વિન્ડ ટર્બાઇન બનાવે છે. નવું પ્લેટફોર્મ તેના વર્તમાન ઊગ 156/3.3ખઠ પ્લેટફોર્મ કરતાં વાર્ષિક ઉર્જા ઉત્પાદન (અઊઙ) માં 40% થી વધુ વધારો કરે છે. આ પ્લેટફોર્મ, જેમાં મોટા સ્વિપ્ટ એરિયા, 50 ડિગ્રી સેલ્સિયસ એમ્બિયન્ટ સુધી ટર્બાઇન ઓપરેશનલ તાપમાન અને ઉચ્ચ પવન ગતિમાં 98% મશીન અપટાઇમ છે, તે એન્વિઝનની તકનીકી પ્રક્રિયાનું સ્પષ્ટ પ્રદર્શન છે.
તેના નવીનીકરણીય ઓપરેશનલ પોર્ટફોલિયો વિસ્તરણના ભાગ રૂપે, જ્યુનિપર ગ્રીન એનર્જીએ જૂન 2026 સુધીમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં 20 મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા અને રાજસ્થાનના બાડમેરમાં 75.6 મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા સફળતાપૂર્વક કાર્યરત કરી છે. કંપની આગામી મહિનાઓમાં આ સ્થળોએ વધારાની 246.4 મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા પણ કાર્યરત કરવા માટે તૈયાર છે. નવીનતમ કમિશનિંગ ગુજરાતમાં તાજેતરમાં 305 મેગાવોટ નવીનીકરણીય ક્ષમતાના ઉમેરા અને રાજસ્થાનમાં ભારતની પ્રથમ ફર્મ એન્ડ ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી (ઋઉછઊ) પ્રોજેક્ટના પ્રારંભને અનુસરે છે, જે જ્યુનિપર ગ્રીન એનર્જીની વૈવિધ્યસભર સ્વચ્છ ઉર્જા પાઇપલાઇનને વધુ મજબૂત બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ