ઉત્તર-પશ્ર્ચિમના રાજ્યો અન્ો આસામ, અરૂણાચલમાં વરસાદૃી તાંડવ
ભારે વરસાદૃથી નદૃીઓમાં ઘોડાપુર: અન્ોક ગામડા ડૂબ્યા:૪૦ હજાર લોકો પ્રભાવિત
મુંબઈમાં ભારે વરસાદૃથી ઠેર ઠેર ભરાયેલા પાણી
મંગળવારે સવારે નવી મુંબઈમાં ભારે વરસાદૃને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાનપાડા અને એપીએમસી રોડ વચ્ચે પાણીનું સ્તર દૃોઢ ફૂટ સુધી પહોંચી ગયું હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગટરની સફાઈ બરોબર ન થવાને કારણે પાણી રોડ પર જ ભરાઇ ગયા હતા. ચેમ્બુર વિસ્તારમાં એક સ્કૂલવાન પર ઝાડ પડતા ૧૦ બાળકો ઘાયલ થયા હતા જેમાં એકનું મોત થયું હતું.
ભારે વરસાદૃને કારણે નવી મુંબઈના રહેવાસીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. મંગળવારે સવારે ભારે વરસાદૃને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ નદૃી જેવા બની ગયા હતા.
નૈઋત્ય ચોમાસાને આગળ વધવા માટે સાનુકુળ પરિબળો હોવા છતાં આગેકૂચ અટકી છે જ્યારે ઉતર પ્રદેશ, છતીગસઢ જેવા રાજ્યોમાં પ્રિ-મોન્સુન વરસાદ-આંધી જેવા ઘટનાક્રમોથી સર્જાયેલી દુર્ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા હતાં.
ઉત્તર પ્રદેશના લખનઉ સહિત 15 જિલ્લામાં તોફાની પ્રિ-મોન્સુન વરસાદ નોંધાયો હતો. ફિરોઝાબાદમાં રીક્ષા પર તોતીંગ વૃક્ષ પડતા તેમાં સવાર પાંચ લોકોના મોત નિપજ્યા હતા અને બે ઘાયલ થયા હતા. બસ્તી તથા મહારાજગંજમાં વિજળી પડવાથી બે લોકોના મોત થયા હતા. બિહારમાં પણ 15 જિલ્લામાં આંધી સાથે વરસાદ ખાબક્યો હતો. વિજળી પડતા સીતામઢી, પટણા અને મુંગેરમાં ચાર લોકોના મોત થયા હતા અને 24 લોકો દાઝી ગયા હતાં. છતીસગઢના સરગુજામાં વિજળી પડતા બે બાળકો અને એક યુવક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. મધ્ય પ્રદેશમાં 12 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.
નૈઋત્યુ ચોમાસાએ ગત 24મી જુને મધ્ય પ્રદેશ તથા દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લીધી હતી અને જ્યારે 22 રાજ્યોને કવર કર્યા હતા. પરંતુ ત્યાર પછી આગળ વધ્યું નથી. જો કે હવામાન વિભાગના રીપોર્ટ મુજબ ચોમાસાને આગળ વધવા માટે સાનુકુળ સંજોગો છે અને પાંચ જુલાઇ સુધીમાં આખા દેશને કવર કરી લેશે.મધ્ય પશ્ર્ચિમ ભારતમાં વરસાદની પ્રતિક્ષા વચ્ચે અરૂણાચલ પ્રદેશ તથા આસામમાં એકધારા બારે વરસાદથી કેટલાક ભાગોમાં પૂરસંકટ સર્જાયું છે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. લેકૂ નદી ગાંડીતૂર થતાં આસપાસના ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. 22000થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. 96 ગામડા ડુબી ગયા હતા.
