ફોર્ડ કંપનીએ ૩૫૦ અનુભવી એન્જિનિયર્સને પાછા બોલાવ્યા

એઆઇએ ધાર્યા પરિણામ ન આપતા
ફોર્ડ કંપની હવે અનુભવી એન્જિનિયર્સની સહાયથી એઆઇને વધારે સ્માર્ટ બનાવી કામમાં લઇ રહી છે

એઆઇ અને ઓટોમેટેડ ક્વોલિટી સિસ્ટમ્સ ઇચ્છિત પરિણામો પુરાં ન પાડી શકતાં અમેરિકન કાર કંપની ફોર્ડે છેલ્લા ત્રણ વર્ષમાં થોડાં ભૂતપૂર્વ કર્મચારીઓ સહિત ૩૫૦ અનુભવી એન્જિનિયર્સને પાછાં બોલાવવા પડયા છે. કંપનીએ જણાવ્યું હતું કે માનવ નિષ્ણાતોને પાછાં બોલાવવાથી ખર્ચમાં ઘટાડો થયો છે અને કંપનીને મુખ્ય કાર બ્રાન્ડમાં જેડી પાવર ઇનિશિયલ ક્વોલિટી સર્વેમાં પહેલું સ્થાન મળ્યું છે. ફોર્ડના ઉચ્ચ અધિકારીઓએ કબૂલ્યું હતું કે કંપનીએ કર્મચારીઓના વિવિધ વાહનોના દૃાયકાઓના ઇજનેરી અનુભવને કોરાણે મુકી ઓટોમેશન પર વધારે પડતો મદૃાર રાખ્યો હતો.ફોર્ડના વેહિકલ હાર્ડવેર એન્જિનિયિંરગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ પુને જણાવ્યું હતું કે એઆઇ પોતાની મેળે શું હાંસલ કરી શકે તેનો કંપનીએ વધારે પડતો અંદૃાજ માંડી દૃીધો હતો. ભૂલથી અમે એમ માની લીધું હતું કે એઆઇ વાપરવાથી અને અમારી ડિઝાઇન જરૂરિયાતો જણાવવાથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉત્પાદૃનો પેદૃાં કરી શકાશે. પરંતુ એઆઇ ઉપયોગી સાધન છે પણ તમે તેને તાલીમ આપવા જેટલી સારી માહિતી આપો તેટલું જ તે સારું કામ કરી શકે.પુને જણાવ્યું હતું કે અનુભવી ઇજનેરો કંપની છોડીને જતાં રહૃાા એ પહેલાં ફોર્ડે તેમના જ્ઞાાનને જાળવવા માટે પૂરતાં પગલાં ભર્યા નહોતાં. જેના પરિણામે એઆઇ સિસ્ટમ્સ ડેવલપમેન્ટ પ્રોસેસ દૃરમ્યાન સમસ્યાઓનેઆગોતરી પારખવા માટે વાસ્તવિક દૃુનિયામાં જરૂરી નૈપૂણ્યથી વંચિત રહી હતી.
આ સમસ્યા ઉકેલવા માટે ફોર્ડ ૩૫૦થી વધારે અનુભવી ઇજનેરોને પાછાં લાવી હતી. ગ્રે બિયર્ડ તરીકે ઓળખાતાં આ ઇજનેરો યુવાન કર્મચારીઓને માર્ગદૃર્શન આપે છે અને એઆઇ ટૂલ્સને ફરી તાલીમ આપવામાં મદૃદૃ કરે છે.કંપનીના ચીફ ઓપરેિંટગ ઓફિસર કુમાર ગલહોત્રાએ જણાવ્યું હતું કે ફોર્ડની સ્થિતિ સુધારવાની વ્યૂહરચનાના કેન્દ્રમાં અનુભવી ઇજનેરો હતા. તેઓ ક્વોલિટી રિવ્યુઝ કરવામાં મોખરે રહી કંપનીને સમસ્યા થાય ત્યારે તે ઉકેલવાને બદૃલે તેને સર્જાતી જ નિવારવામાં નિષ્ણાત પુરવાર થયા છે. અમે હવે સમસ્યા થાય ત્યારે તેને જોઇ રહેવાને બદૃલે તેને દૃૂર કરવાનું શરૂ કરવાની માનસિકતા કેળવી લીધી છે.જો કે ફોર્ડ કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ એઆઇ ત્યજી રહૃાા નથી. અમે અનુભવી એન્જિનિયર્સ દ્વારા એઆઇને બહેતર ડેટા પુરો પાડી તેને વધારે સ્માર્ટ બનાવી રહૃાા છીએ. કંપનીએ જણાવ્યું હતું કે વિવિધ સંજોગોમાં વાહનોના સ્ટ્રેસ ટેસ્ટ પારખવા માટે બનાવવામાં આવેલાં સ્ટ્રેસ ટેસ્ટ વેહિકલ સોટવેરમાં અમે એઆઇની સહાયથી એક લાખ કરતાં વધારે વેલિડેશન ટેસ્ટ ઉમેર્યાં છે. જેને કારણે વાહનની ડિલિવરી થાય તે પહેલાં જ સમસ્યાઓ છતી થઇ જાય છે.

રિલેટેડ ન્યૂઝ