ઉનાના સૈયદ રાજપરા બંદરે વિકાસનો સૂર્યોદય: આધુનિક માર્કેટનું કરાયું નિર્માણ

દબાણમુક્ત જમીન પર રૂા.18 લાખના ખર્ચે મચ્છી-શાકભાજી માર્કેટથી ગામ બન્યુ સમૃદ્ધ

જ્યાં એક સમયે કાદવ-કીચડ અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય હતું, જ્યાં દબાણોના ઓળા નીચે વેપારીઓ સબડતા હતા, ત્યાં આજે વિકાસનો સૂરજ ઝળહળી ઉઠ્યો છે. ઉના તાલુકાના સાગરકાંઠે વસેલા સૈયદ રાજપરા બંદરે વર્ષો જૂની ઉપેક્ષાનો અંત આવ્યો છે.રૂ.18 લાખના માતબર ખર્ચે અત્યાધુનિક મચ્છી અને શાકભાજી માર્કેટનું નિર્માણ થતાં ગ્રામજીવનમાં અનેરો ઉત્સાહ છવાયો છે.
સૈયદ રાજપરા ગ્રામ પંચાયત અને કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશન, રાજપરા બંદરના સંયુક્ત પ્રયાસો, અથાક પરિશ્રમ અનેઅડીખમસહયોગ થી વર્ષો જૂની માર્કેટની વિકટ સમસ્યાનો સુખદ ઉકેલ આવ્યો છે. જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત આયોજન મંડળ તેમજ નાણાં પંચની વિવિધ ગ્રાન્ટ હેઠળ આભવ્ય માર્કેટ સાકાર થઈ છે. એક સમય હતો જ્યારે આ 100ડ્ઢ80 ફૂટના સરકારી પ્લોટ પર ગેરકાયદેસર દબાણો કરી દુકાનો ખડકી દેવા માં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ ભરત ભાઈ કામળીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક અને કોળી સમાજ બોટએસોસિએશન ના આગેવાનોની જાત મહેનત, સંઘર્ષ અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર જગ્યા દબાણમુક્ત કરાવવામાં આવી.ફરતે વિશાળ કમ્પાઉન્ડ વોલનું ચણતર કરી, ભરતી કરીને આર.સી.સી. ફ્લોરિંગ કરવામાં આવ્યું. તેના પરવિશાળ લોખંડનો અધ્યતન શેડ ઉભો કરી માર્કેટને સર્વાંગ સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં આવી. ચોમાસામાં માછીમાર બહેનો અને શાકભાજી વેચનારાઓને પડતી હાલાકીનો હવે અંત આવ્યો છે.

રૂા.9 કરોડના કામોથી વિકાસને નવી દિશા
તાજેતરમાં જ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અથાક પ્રયાસોથી રૂ. 9 કરોડના માતબર વિકાસકામો શરૂ થનાર છે. આ કામોથી બંદરની કાયાપલટ થશે. સેંકડો પરીવાર દરીયા ના ઉછળતા મોજા ના પાણી ગામ ને ગળી જવાના પ્રયાસ કરતાં હતાં એ વિસ્તારમાં પ્રોટેક્શન દિવાલો મારી તે ખારા પાણી અટકાવી ગામ ને સુરક્ષા આપવા સરકાર માંથી માતબર રકમ ફાળવતાં યુવાધન નું ભાગ્યવિધાતા ઉજ્જવળ બની રહ્યું છે.
સેંકડો પરિવારોને મળી રોજગારની ભેટ
આ અધ્યતન માર્કેટના નિર્માણથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલી બહેનો, શાકભાજી-ફળફળાદિ વેચનાર ફેરિયાઓ તેમજ અન્ય સેંકડો નાના ધંધાકીય લોકોને કાયમી અને સન્માનભેર રોજગારી મળશે. સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રોજીરોટીનું એક નવું દ્વાર ખુલ્યું છે.

રિલેટેડ ન્યૂઝ