કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ક્રાઈમ બ્રાન્ચ
જૂનાગઢ કાઈમ બ્રાન્ચએ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના લીસ્ટેડ બુટલેગર દ્વારા પોતાના કબ્જા હવાલાની કેટા કારમાં હેરાફેરી કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂ.1,58,982 ની કિંમતની 732 બોટલ તથા કાર સહિત રૂા.12,08,892 મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડી, વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા ઉપરી અધિકરીઓ તરફથી કડક સુચના થયેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના માણસોને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતો રાજુ ગોગન શામળા પોતાના હવાલાની ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો બહારના રાજયમાંથી લાવી પ્લાસવા સંજયનગર થઈ ગાંધીગ્રામ તરફ આવે છે. તેવી ચોકકસ હકિકત મળતા હકિકત આધારે ક્રાઈમ બ્રાન્ચ ગ્રોફેડ મીલના ખુણા પાસે વોચમાં હતી ત્યારે હકિકત વાળી કાર આવતા રોકાવી ચેક કરતા પુંઠાની પેટીમાંથી વિદેશી દારૂની રૂ.1,58,982 ની કિંમતની 732 બોટલ મળી આવતા કાર સહિત રૂા. 12,08,892 નો મુદામાલ કબજે લઈ, આરોપી રાજુ ઉર્ફે મુકલો ગોગનભાઈ શામળા (રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિંધી સોસાયટી) ને પકડી પાડી, સી ડીવીઝન પો.સ્ટે.માં રાજુ ઉર્ફે મુકલો શામળા, નગા સરમણભાઇ રાડા તથા હરદાસ ઉર્ફે હદો પરબતભાઈ મોરી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કૂણાલ એમ. પટેલ, પી.એસ.આઈ. ડી.કે. પટેલ તથા એ.એસ.આઇ. સામતભાઈ બારીયા, પો.હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. અજયસિંહ ચુડાસમા, રાજુભાઇ કટારા, ગવરાજસિંહ અહાડા વિગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.
