આર.બી.આઈ.ને પત્ર પાઠવવામાં આવ્યો: યોગ્ય ઉકેલ નહી આવે તો આંદોલનની ચીમકી
અમરેલી ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરબીઆઈને પત્ર પાઠવવામાં આવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, અમરેલી એસ.બી.આઈ. બેંક શાખાને પરચુરણ તેમજ નોટો ફાળવવા બાબત તેમજ અમરેલી શહેરમાં કરન્સી ચેસ્ટ ચાલુ કરવા બાબત આ અમારી આપની બેંકમાં ચોથીવાર રજુઆત કરેલ છે. પણ આ બાબતે કોઈ ઉકેલ આવેલ નથી. નાના વેપારીઓ, છુટક ધંધો, રોજગાર કરનારા હોય તેમને પરચુરણ તેમજ નાની નોટોની આવશ્યકતા વધારે રહે છે. તો આપને વિનંતી સાથે જણાવવાનું કે, વેપારીઓને આ બાબતે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. હાલમાં રૂા. 10, રૂા. ર0ની નોટો એકદમ રદી હાલતમાં આવે છે. તે વહેવારમાં ચાલે તેમ નથી. છતાં વેપારીઓ રદી નોટથી ચલાવી રભ છે. મોટા સીટી સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાં પરચુરણ તેમન નોટો જોઈએ તેટલી બેંકમાંથી મળે છે. અમરેલી બેંકને કેમ મળતી નથી ? આ બાબત બેંક મેનેજર તથા કર્મચારીઓને પગાર લેવામાં જ રસ હોય તેવુ લાગી રભ્ુ છે. લોકોને કે વેપારીઓની તથા બેંકના ગ્રાહકોની મુશ્કેલી ઘ્યાને લેવામાં આવતી નથી. દિવાળી ઉપર નવી નોટોબેંકમાં આવેલ તે લાગતા વળગતા તથા કર્મચારીઓને વિતરણ કરેલ, લોકોને નવી નોટો મળેલ નહી. આ બધી બેંકોની જવાબદારી છે. માટે કરન્સી ચેસ્ટ તેમજ પરચુરણનો યોગ્ય ઉકેલ લાવી લોકોને વિતરણ કરો. નહીતર અમરેલીના વેપારીઓ બેંકમાં આવી ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરી બેંકમાં રામધુન બોલાવશે તેમ અંતમાં જણાવેલ છે.
