ખોજાખાના વિસ્તારમાં દુકાનનું શટર ખોલતા જ વેપારીને મળ્યું મોત: સિંધી સમાજમાં શોક છવાયો
ઉના શહેરના ખોજાખાના વિસ્તારમાં વહેલી સવારે અત્યંત કરુણ ઘટના બની છે. શિવગંગા ટોબેકો નામની દુકાન ધરાવતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન સંજયભાઈ મનોહરભાઈ જશવાણીનું વિજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વેપારી આલમ અને સિંધી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સંજયભાઈ સવારે નિત્યક્રમ મુજબ પોતાની દુકાન ખોલવા માટે પહોંચ્યા હતા. દુકાનનું લોખંડનું શટર ખોલતી વખતે જ અચાનક ભારે વિજ કરંટ લાગતાં તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ દુકાન ઉપર લગાડેલા લોખંડ ના પતરાં પરથી પસાર થતો ઈલેક્ટ્રીક વાયર અડીજવા થી શોર્ટ સર્કિટ સર્જાયું હતું અને આ કરુણ અકસ્માત સર્જાયો હતો.
ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને પરિવારજનોએ ઙૠટઈકની ઘોર બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વીજ લાઈનો ની યોગ્ય જાળવણી ન થતી હોવાના કારણે નિર્દોષ યુવાને જીવ ગુમાવવો પડ્યો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વેપારીઓ, સિંધી સમાજના આગેવાનો અને કુટુંબીજ નો ઉના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતક યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ઙૠટઈકના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અનેસાવચેતી ના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યો હતો. ઉના પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાંઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
સિંધી સમાજના આશાસ્પદ અને મિલનસાર યુવાનના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર ઘટનાએ વીજ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
