1 હજાર ગૌમાતાની સેવાનો ટાર્ગેટ: અબોલ જીવોની હોસ્પીટલમાં સેવા
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટનો 1000 થી વધુ ગૌવંશની સારવાર કરવી એ જ દ્રઢ સંકલ્પ છે. વિશ્ર્વ કલ્યાણના સંકલ્પ થકી ઈશ્ર્વરનો રાજીપો પ્રાપ્ત કરવો તથા આ સંકલ્પને પૂર્ણ કરવા ભારત ભૂમિના સંતોના આર્શિવાદ થકી આવનારા સમયમાં કર્મયોગનાં માર્ગ પર કાર્યશીલ રહી કાર્ય કરવામાં આવશે. હાલમાં પણ સંસ્થા દ્વારા 200 ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઇ રહી છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જીલ્લાનાં લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા(ગામવાગુદડ)એ સેવાના કાર્ય માટે વાપરવા આપેલ 2 એકર જગ્યામાં ભવ્ય ગૌશાળા તથા ગૌવંશ માટે ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ ગયું છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલ હોસ્પિટલમાં રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા ગૌવંશને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. જીવદયાના તથા ગૌશાળા, નવનિર્મિત હોસ્પિટલના કાર્યને આગળ ધપાવવા માટે અનુદાન આપવા શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ઓમ છાયા, ભાવિનભાઈ રાવલ, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા, એડવોકેટ યશ વૈષ્ણવે જીવદયા પ્રેમી જનતાને અપીલ કરી છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા/હોસ્પિટલની આધુનિકતા જોવામાં આવે તો ગૌશાળા/હોસ્પિટલનો મુખ્યદ્વાર, આધુનીક ઓફીસ, લેબોરેટરી, ઓ.પી.ડી. વિભાગ, આઈ.સી.યુ. વોર્ડ, અલગઅલગ વોર્ડ, ગૌવંશ માટેનો મુખ્ય શેડ, ગોડાઉન (આર.સી.સી.) સાથે, સંસ્થામાં સેવા આપતા સર્વન્ટ માટે સુદર મજાના કવાર્ટર, પાણીનો ટાંકો, ગૌશાળા/હોસ્પિટલ ફરતે સુંદર મજાની કમ્પાઉન્ડ વોલ, બોરવેલ, સંપૂર્ણ ગૌશાળા/હોસ્પિટલ સી.સી.ટી.વી. કેમેરાથી સજજ વિગેરે આધુનીક સુવિધાઓથી સજ્જ ગૌશાળા/હોસ્પિટલ જેમાં કુલ 24,800 સ્કેવર ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં 2 શેડનું બાંધકામ નિર્માણાધીન છે. ગૌવંશની તબીબી સારવાર હેતુ
આધુનીક સારવાર કેન્દ્ર ખાતે સુવિધાઓ જોઈએ તો નિરાધાર તથા માલિક વિહોણા અબોલ જીવોની નિ:શુલ્ક સારવાર, આધુનિક ઓપરેશન થીયેટ2, એકસરે તથા લેબોરેટરીની હાઈટેક સુવિધાઓ, વજનદાર પશુઓને ઉચકવા માટે 2 હાઈડ્રોલીક એમ્બ્યુલન્સની સુવિધા 365 દિવસ 24 કલાક ચાલુ છે , વેટરનરી ઓફીસર, એલ.આઈ. તથા લેબર સ્ટાફથી સુસજજ સુવિધાઓ/ સેવાઓ, આધુનિક આઈ.સી.યુ. વોર્ડ, રીકવરી વોર્ડ, વિશાળ ગોડાઉન, આજીવન બિમારીથી પીડાતા અબોલ જીવો માટે શેલ્ટરની સુવિધા, લાઈફ સપોર્ટિંગ સીસ્ટમ, 24 કલાક એમ્બ્યુલન્સ હેલ્પલાઈનની સુવિધા, હાઈવે પર ઘાયલ થતાં ગૌવંશ માટે સ્થળ પર સારવાર તથા હોસ્પિટલ સુધી લઈ જવાની સુવિધાઓ વિગેરે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા કરવામાં આવે છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બારેમાસ જીવદયા, માનવ સેવા માટે ચાલતી વિવિધ સેવાકિય પ્રવૃતિઓ. નિરાધાર વડીલો માટે નિ:શુલ્ક ટિફિન સેવા : શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ દ્વારા રાજકોટમાં નિશ્ર્ચિત કરેલ વિસ્તારમાં નિરાધાર, નિ:સહાય, આર્થિક તથા શારીરિક અસક્ષમ વડીલો માટે સને-2023 થી 365 દિવસ અવિરત ટિફિન સેવા અપાઇ રહી છે, જે માટે સંસ્થા દ્વારા એક વિશાળ રસોડુ પણ કાર્યરત કરાયું છે. નિરાધાર, નિ:સહાય, આર્થિક તથા શારીરિક અસક્ષમ વડીલો દર્દીનારાયણ શ્રેણીમાં આવતા કોઇ વડીલ ધ્યાન પર આવે તો સંસ્થા દ્વારા હેલ્પલાઇન નંબર 70160 41329 પર જાણ કરવા વિનંતી કરાઈ છે. ે.શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ દ્વારા રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર, શ્રદ્ધા હોસ્પિટલની નીચે, ઇન્દિરા સર્કલ ખાતે નિશુલ્ક ભોજનાલય શરૂૂ કરવામાં આવ્યું છે.
