ગઢડા પોલીસે કોમ્બીંગ નાઈટ દરમ્યાન ચોરીનું 1 મોટરસાઇકલ, 4 મોબાઈલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા

ગઢડા પોલીસે નાઇટ કોમ્બીંગ દરમ્યાન ર શખ્સોને ઝડપી ચોરીનું એક મોટર સાયકલ અને 4 મોબાઇલ કબ્જે લીધા હતા.
આગામી ટુક સમયમાં ભગવાનશ્રી જગન્નાથજીની રથાયાત્રા નીકળનાર હોય જે તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી સામાન્ય રહે તે સારૂ તા.11/7 થી તા.12/7 દરમ્યાન કોમ્બીંગ નાઇટનુ આયોજન કરવામા આવેલ હોય નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન મુજબ તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના ઙઈં કે.એન.ચોપરાની રાહબરી હેઠળ ઙજઈં જે.આર.હેરમા તેમજ પોલીસ સ્ટાફના યુવરાજસિંહ ઝાલા,મહેન્દ્રસિંહ ચુડાસમા, કુલદિપસિંહ ગોહિલ, દિગ્વીજયસિંહ ગોહિલ, દિલીપભાઇ ગઢવી, રોહિતસિંહ ઝાલા એ સામાકાઠે વાહન ચેકીંગ દરમ્યાન 2 ઇસમો ચોરી અથવા છળકપટથી મેળવેલ મોટર સાઇકલ તથા મોબાઇલ ફોન નંગ-4 સાથે મળી આવતા ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા નવીનભાઇ શામજીભાઇ પ્રજાપતી ઉવ.24 રહે.હણસોલ, ભદ્રેશ્રવર હાઉસીંગ સોસાયટી-અમદાવાદ, સંજયભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ(મારવાડી) ઉવ.27 રહે.ડાયા કાના ચાલી, જુના વાડજ, મહેસાણા સોસાયટીની પાછળ-અમદાવાદ ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ