હોર્મુઝ ટાપુઓ પર કબજો કરવાના પ્લાન સાથે અમેરિકાનો ઇરાનના હોર્મુઝ સ્ટ્રેટ પર મોટો પ્રહાર

ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં સંપૂર્ણ નાકાબંધી જાહેર

ઇરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ તબાહ:ઇરાનનો બહેરીન, કુવૈત-જોર્ડનમાં વળતો હુમલો

પશ્ર્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સૈન્ય તણાવ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીના સતત પાંચમા દિૃવસે પણ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળડમરુમધ્યમાં ઈરાનના બંદૃરો પર લાદૃવામાં આવેલી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ખાલી ઓઈલ ટેન્કરને અમેરિકી એરક્રાટે હેલફાયર મિસાઈલો દૃાગીને નિષ્ક્રિય કરી દૃીધું છે, જેથી તે આગળ વધી શક્યું નથી.અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલાના નવા રાઉન્ડ બાદૃ ઈરાનના અનેક વિસ્તારો ધડાકાઓથી ગુંજી ઉઠ્યા હતા. જેમાં દૃક્ષિણના મુખ્ય બંદૃર શહેર બંદૃર અબ્બાસ, તેમજ અહવાઝ અને ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા ચાબહાર શહેરનો સમાવેશ થાય છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, અહવાઝમાં કેન્સર પીડિત બાળકોની હોસ્પિટલ (શાહિદૃ બગાઈ હોસ્પિટલ) ની નજીક જ અમેરિકી મિસાઈલ પડવાને કારણે દૃર્દૃીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક ત્યાંથી ખસેડવા પડ્યા હતા. આ આસપાસના રહેણાંક વિસ્તારો અને મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હોવાના અહેવાલ છે.વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સૈન્ય ઓપરેશન આંતરરાષ્ટ્રીય દૃરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા નિર્દૃેશ પર હાથ ધરવામાં આવ્યું છે.
અમેરિકા દ્વારા કરવામાં આવેલા બે મોટા હવાઈ હુમલાના જવાબમાં ઈરાને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક પલટવાર કર્યો છે. ગુરુવારે ઈરાને બહેરીન, કુવૈત અને જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો દૃાગીને અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે, જેનાથી સમગ્ર મિડલ ઈસ્ટ ધ્રૂજી ઉઠ્યું છે. ઈરાનના આ આક્રમક વલણથી બંને દૃેશો વચ્ચેની સૈન્ય ટક્કર હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગઈ છે.
ઈરાનના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન ’ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહેબીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અમેરિકા એવી ભૂલ ન કરે કે તે આ યુદ્ધને પોતાની મરજીથી લાંબુ ખેંચી શકશે. હાલનું ઓપરેશન ખાડી ક્ષેત્રમાં રહેલા અમેરિકન સૈન્ય માળખાને નેસ્તનાબૂદૃ કરવા માટે છે અને આ કામ પૂરું થતાં જ ઈરાનનો આગામી વિનાશક તબક્કો શરૂ થશે, એટલે કે ’અત્યારે તો માત્ર ઠેકાણા જ તબાહ કર્યા છે’.
બીજી તરફ, ઈરાનની આર્મીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અકરમી નિયાએ વૈશ્ર્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ’હોર્મુઝ સ્ટ્રેટ’ પર સંપૂર્ણ નાકાબંધીની જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ