લદ્દાખની માગણીઓને લઈને આંદૃોલન ચલાવી રહેલા પર્યાવરણવિદૃ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ગુરુવારે ૧૯મા દિૃવસમાં પ્રવેશી ગઈ છે. સતત બગડતી તબિયત વચ્ચે પણ તેમનો ઉત્સાહ ઓછો થયો નથી. બુધવારે રાત્રે એક વીડિયો સંદૃેશ જાહેર કરીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો આ સંઘર્ષ હજુ ખતમ થયો નથી. તેમણે કહૃાું કે, ભલે મારા શરીરના સ્નાયુઓ નબળા પડી રહૃાા છે, પરંતુ મારું દિૃલ અને મગજ પૂરેપૂરું સ્વસ્થ છે અને હું લડત ચાલુ રાખીશ.સોનમ વાંગચુકના નિયમિત મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે. તેમણે પોતાના વીડિયો સંદૃેશમાં જણાવ્યું કે, ‘મારી સ્થિતિ એવી નથી કે હું આગામી બે-ચાર દિૃવસમાં મરી જાઉં. ૧૮ દિૃવસના અનશન બાદૃ પણ મારો ઈસીજી રિપોર્ટ સારો આવ્યો છે. હા, શરીરમાં નબળાઈ છે અને મસલ્સ ઘટી રહૃાા છે, પરંતુ મારું દિૃલ બરાબર કામ કરી રહૃાું છે. તેથી હું હજુ ઘણા દિૃવસ સુધી આંદૃોલન ખેંચી શકું તેમ છું.લડત ચાલુ રાખવા બાબતે સોનમ વાંગચુકે કહૃાું કે, ‘દૃેશભરમાંથી લોકો અને વરિષ્ઠ નેતાઓ મને અનશન તોડવાની અપીલ કરી રહૃાા છે, જ્યારે કેટલાક લોકોએ તો કોર્ટમાં જઈને સરકારને મને બળજબરીથી જમાડવાનો આદૃેશ આપવાની પણ માગ કરી છે. જોકે, જો હું અત્યારે હાર માની લઈશ, તો સરકારને ખોટો સંદૃેશ જશે કે કોઈ પણ જવાબ આપ્યા વિના આંદૃોલન દૃબાવી શકાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
કોલ્ડ ડ્રીંકસનું નિયમિત સેવન મીઠું ઝેર: કેન્સરનો ખતરો: ગ્લોબલ રિસર્ચના રિપોર્ટનો ખુલાસો
ફ્રુટ જયુસ કરતા પૂરું ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જો કોલ્ડ ડ્રીંક કે એવા જ શુગર... -
એક દેશ, એક ચૂંટણી માટે ઇલેકશન કમિશન પણ તૈયાર: ફક્ત છ માસનો સમય જોઇએ
સંસદીય કમીટી સમક્ષ ચૂંટણી પંચે પોતાની બ્લુ પ્રિન્ટ રજુ કરી: ર0ર8ના અંત સુધી કાઉન્ટ ડાઉન શરૂ... -
પુરીની જગન્નાથ રથયાત્રામાં ભાગદૃોડ મચી બે ભક્તોના મોત:૨૦૦થી વધુ ઘાયલ
ઘણા લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના અહેવાલ ગુરુવારે, જગન્નાથ રથયાત્રાના પહેલા દિૃવસે, પુરીના ગ્રાન્ડ રોડ...
