પરબના મેળામાં સંચાલન થતા યાત્રિકોને સુવિધા મળી
પરબ વાવડીના મેળામાં જેતપુર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા 12 બસ મૂકવામાં આવી હતી જેને લીધે એસટી તંત્રને 2.25 લાખ રૂપિયાની આવક થઈ.
જેતપુર એસટી ડેપો મેનેજર રામકુભાઈ જણાવે છે કે અષાઢી બીજનો પરબના પીરનો ભવ્ય મેળો ભરાય છે જેમાં લાખો લોકો આ મેળો માણવા માટે આવે છે. તેથી જેતપુર એસટી તંત્ર દ્વારા પણ મુસાફરોની સગવડતા માટે એકસ્ટ્રા બાર બસ મૂકવામાં આવી હતી. અમે કુલ 157 ફેરા પરબવાવડી ના કર્યા હતા અને 6,100 જેટલા મુસાફરો એ લાભ લીધો હતો જેને લીધે એસટી તંત્રને 2.25 લાખ રૂપિયાની આવક થઈ છે અને અમારા આ કાર્યમાં જેતપુર એસટી ડેપોના કંડકટર ભાઈઓ, ડ્રાઇવર ભાઈઓ, વર્કશોપ ના કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે
