વાંકાનેરના અપહરણ-દુષ્કર્મ કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી નાગપુરથી દબોચાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મોરબી જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી. ટીમ આરોપીઓની શોધખોળમાં હતી.તે દરમિયાન હેડ ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2015ના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન (ઉ.વ. 30), મૂળ રહેવાસી ગામ નાગલા ઇશ્વરીસિંહ, તાલુકો કામા, જિલ્લા ભરતપુર (રાજસ્થાન) હાલ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાથી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થવાનો છે.ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ નાગપુર પહોંચી હતી અને રામટેક આરટીઓ ચેકપોસ્ટ નજીકથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વાંકાનેર સીટી પોલીસને સોંપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ