જાહેર ક્ષેત્રની 32 કંપનીના કર્મચારીઓને મોન્સુન ગીફટ: મોંઘવારી ભથ્થામાં વધારો

GAIL, BHEL, NTPC અને IRCTC સહિત 32થી વધુ સરકારી કંપનીઓનાં કર્મચારીઓને મળશે સીધો ફાયદો

કેન્દ્ર સરકારનાં લોક ઉદ્યોગ વિભાગે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓ માટે ઇન્ડસ્ટ્રિયલ ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. સતત વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓનાં માસિક બજેટને રાહત આપવા માટે ઓલ ઇન્ડિયા ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સરકારી માલિકીની કંપનીઓનાં અધિકારીઓ અને નોન-યુનિયન સુપરવાઇઝરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે.સરકારી નોટિફિકેશન મુજબ, 1987, 1997, 2007 અને 2017ના પગારધોરણ હેઠળ આવતા કર્મચારીઓ માટે ડીએના નવા દર જાહેર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત 2017ના પે-સ્કેલ વાળા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 55.7 ટકા કરવામાં આવ્યું છે, જ્યારે 2007ના પે-સ્કેલ વાળા કર્મચારીઓ માટે તે 241.7 ટકા અને 1997ના પે-સ્કેલ વાળા કર્મચારીઓ માટે 476.9 ટકા નક્કી કરાયું છે. આ વધારાનો લાભ ગેઇલ (ૠઅઈંક), ભેલ (ઇઇંઊક), આઇઓસીએલ (ઈંઘઈક), એચએએલ (ઇંઅક) અને આઇઆરસીટીસી (ઈંછઈઝઈ) જેવી કંપનીઓનાં લાખો કર્મચારીઓને મળશે.પગારની ગણતરી સમજીએ તો, જો 2017ના પે-સ્કેલ હેઠળ કાર્યરત કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂા.60,000 હોય, તો 55.7 ટકાના નવા દર મુજબ તેને મોંઘવારી ભથ્થા તરીકે દર મહિને રૂા.33,420 મળશે, જેનાથી તેનો કુલ પગાર વધીને રૂા.93,420 થઈ જશે. તેવી જ રીતે 2007ના પે-સ્કેલ હેઠળ રૂા.15,000 મૂળ પગાર ધરાવતાં કર્મચારીને 241.7 ટકા લેખે રૂા.33,255 ડીએ મળશે, જેથી તેમનો કુલ પગાર રૂા.51,255 થઈ જશે.

રિલેટેડ ન્યૂઝ