અમરેલી સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એમ. ઝાલાએ અમરેલી જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ બાપુનગર વિસ્તારમાં રહેતા યુવરાજ ઉર્ફે શિવકુ બાબુભાઇ મકવાણા નામના ઇસમ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી. અને જે દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી તરફ મોકલી આપવામાં આવેલ હતી
જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ દ્વારા યુવરાજ ઉર્ફે શિવકુ બાબુભાઇ મકવાણા જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખતા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી. વાઘેલાએ નીચે જણાવ્યા મુજબના ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
