લાઠી પંથકના બે વેપારી પાસેથી હરીયાણના એક વેપારીએ અલગ અલગ રીતે કોટન સીડ્સ કેક (કપાસીયા ખોળ) નો માલ પંદર દિવસના વિશ્વાસ ભરોસે ઉધારીમાં ખરીદી કરી વેચાણથી મંગાવી લઈ તેના પણ બાકી રહેતા બીલની રકમ કુલ રૂ.26,03,883 આરોપીએ નહી આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
લાઠી તાલુકાના નારણગઢ (નવાગામ) ગામે રહેતા મંગલસિંહ કુબેરભાઇ ખેર નામના 36 વર્ષીય વેપારીની પીતામ્બર કોટેક્ષ વાળાનો વિશ્વાસ મેળવી લઈ આરોપી હરીયાણના હીસ્સાર ગામે રહેતા સુનીલકુમાર શર્મા નામના આરોપી ગોપાલ એન્ડ કંપની નામના વહીવટકર્તા/કમીશન એજન્ટ (દલાલ) હોય અને આરોપીએ પીતામ્બર કોટેક્ષ ખાતેથી મંગલસિંહ કુબેરભાઇ ખેર પાસેથી અલગ અલગ બીલથી રૂપિયા 18,10,062 ના કોટન સીડ્સ કેક (કપાસીયા ખોળ) નો માલ પંદર દિવસના વિશ્વાસ ભરોસે ઉધારીમાં આરોપીએ વેચાણથી મંગાવી લઈ જેના બાકી રહેતા બીલના રૂપિયા 12,11,066 ની અવાર-નવાર બીલની રકમ ભરપાઇ કરવા વેપારીએ ઉઘરાણી કરવા છતાં બાકી બીલની રકમ આપેલ નહી.
આ જ આરોપીએ માતંગી કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી પણ વિશ્વાસ કેળવી માતંગી કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી અલગ અલગ બીલથી કોટન સીડ્સ કેક (કપાસીયા ખોળ) નો માલ પંદર દિવસના વિશ્વાસ ભરોસે ઉધારીમાં ખરીદી કરી અને આરોપીએ વેચાણથી મંગાવી લઈ તેના પણ બાકી રહેતા બીલની રકમ રૂપિયા 13,92,817 ની અવાર-નવાર બીલની રકમ ભરપાઇ કરવા ઉઘરાણી કરવા છતાં બાકી બીલની રકમ રૂ.13,92,817 નહી આપી ના કુલ રૂ.26,03,883/- પરત નહી આપી હરીયાણના હીસ્સાર ગામે રહેતા સુનીલકુમાર શર્મા નામના આરોપી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
