શોર્ટ સર્કીટ વખતે કોલસાનો ભૂકકો અને દારૂગોળો સળગી ઉઠયો હતો
સાવરકુંડલાના જયશ્રી ટોકીઝ પાછળ રહેતો યુવાન દિવાળીના ઈંગોરીયા, કોકડા બનાવતા શોર્ટ સર્કિટથી આગ લાગી જતા સારવાર માટે પ્રથમ અમરેલી અને ત્યારબાદ રાજકોટ દાખલ કરવામાં આવ્યો ત્યાં સારવાર દરમિયાન આજે તેમનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ સાવરકુંડલાના જયશ્રી ટોકીઝ પાછળ રહેતા કિશન બાબુભાઈ મકવાણા ઉંમર વર્ષ 17 ગામનો યુવક પોતાની ઘેરે દિવાળીમાં ફટાકડા કોકડા બનાવી રહ્યો હતો. તે દરમિયાન નાની ઘરઘંટી શરૂ કરતા તેમાં શોર્ટ સર્કિટ થતા આસપાસ પડેલો કોલસાનો ભૂકો અને દારૂ ગોળો અચાનક સળગી ઉઠતા આ યુવાન ગંભીર પણે દાઝી ગયો હતો આ ઘટનાને પગલે આજે તેમનું રાજકોટ હોસ્પિટલ એ સારવાર દરમિયાન મૃત્યુ થતાં સાવરકુંડલા પોલીસ રાજકોટ રવાના થઈ છે સાવરકુંડલા શહેરમાં અનેક જગ્યાએ આવા હર્બલ ફટાકડા બનાવવામાં આવે જેને સાવરકુંડલા વાસીઓ દિવાળીની રાત્રે ઇંગોરીયા યુદ્ધ તરીકે સામસામે સળગતા ફટાકડા ફેકી અને આ ઉત્સવ બનાવે છે શહેરમાં છેલ્લા 70 વર્ષથી આ ઇંગોરિયા લડાઈ યોજાય છે જેને જોવા માટે અનેક લોકો દૂર દૂરથી આવે છે સૌથી મહત્વની વાત એ છે કે પોતાની ઘેરે જ આ ફટાકડાઓ કોકડાઓ ભરતા હોય ફાયર સેફટી ની કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ આજ સુધીમાં રાખવામાં નથી આવી જેનું આજે ગંભીર પરિણામ જોવા મળ્યું છે.
