SBI લાઇફ ઇન્શ્યોરન્સે 2026 પેરા સ્પોર્ટ્સ સિઝન માટે ભારતીય ટુકડીના ‘પ્રિન્સિપલ પાર્ટનર’ તરીકે પેરાલીમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (PCI) સાથે જોડાણ કર્યું

ભારતની સૌથી વધુ વિશ્વસનિય ખાનગી જીવન વીમાકંપનીઓ પૈકીની એક જઇઈં લાઇફ ઇન્શ્યોરન્સે પેરાલીમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (ઙઈઈં)ની સાથે પોતાની ભાગીદારીને મજબૂત કરવાની આજે જાહેરાત કરી હતી તથા 2026 પેરા સ્પોર્ટ્સ સિઝન માટે ભારતીય ટુકડીની ‘પ્રિન્સિપલ પાર્ટનર’ બની ગઈ છે. કંપની ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ પેરા ગેમ્સ 2026 અને જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2026માં જનાર ભારતીય પેરાલીમ્પિક ટુકડી માટે ‘ઓફિશિયલ લાઇફ ઇન્શ્યોરન્સ પાર્ટનર’ તરીકે કામ કરશે. પેરિસ 2024 પેરાલીમ્પિક ગેમ્સ દરમિયાન ભારતીય પેરા-એથ્લેટ સાથે પોતાના સફળ જોડાણને આગળ વધારીને જઇઈં લાઇફ દ્રઢ ઇરાદા, તૈયારી અને શ્રેષ્ઠ કામગીરીની ગાથા આગળ ધપાવવાનું ચાલુ રાખશે, જે લોકોને આત્મવિશ્વાસ સાથે પોતાનાં સ્વપ્નોને પૂર્ણ કરવા પ્રેરિત કરે છે.
આ ભાગીદારી મારફતે જઇઈં લાઇફનો ઉદ્દેશ ભારતના ટોચના પેરા-એથ્લિટોની સફરને ઓળખીને તેને પ્રોત્સાહન આપવાનો છે, જેઓ અતિ કુશળ સ્પર્ધક છે તથા પોતાની લગન અને કટિબદ્ધતાથી સંભાવનાઓને નવી રીતે પરિભાષિત કરે છે. તેમની સફર એક સામાન્ય સત્ય દર્શાવે છે – જ્યારે લોકોમાં આગળ વધવાનો આત્મવિશ્વાસ હોય, તેમને પર્યાપ્ત પીઠબળ હોય અને તૈયારી હોય, તો સ્વપ્નોને પૂર્ણ કરી શકાય છે.
આ જોડાણ પર જઇઈં લાઇફ ઇન્શ્યોરન્સના બ્રાન્ડ, કોર્પોરેટ કમ્યુનિકેશન અને ઈજછના ચીફ શ્રી રવિન્દ્ર શર્માએ કહ્યું હતું, “જઇઈં લાઇફમાં અમારું માનવું છે કે, આત્મવિશ્વાસને બળે જ લોકો જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહીને પોતાનાં સ્વપ્નોને પૂર્ણ કરવાની તાકાત મેળવે છે. આ વિશ્વાસ અમારી બ્રાન્ડ ફિલોસોફી ’અપને લિયે, અપનો કે લિયે’નું હાર્દ છે.

રિલેટેડ ન્યૂઝ