વિદ્યાર્થીઓ અને યુવા આંદૃોલનકારીઓના સતત વિરોધ પ્રદૃર્શન બાદૃ આખરે સરકારી સ્તરે મોટો ઉકેલ આવતો દૃેખાઈ રહૃાો છે. મોડી રાત્રે સરકારી પ્રતિનિધિઓ અને આંદૃોલનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદૃ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દિૃલ્હી પોલીસના મધ્યસ્થી અધિકારીઓ સાથે ચાલેલી લાંબી ચર્ચા બાદૃ બિહાર અને અસમ સરકારે આ અંગે મહત્વપૂર્ણ આદૃેશ બહાર પાડ્યા છે.કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દૃાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મોડી રાત્રે ૧ વાગ્યે એક પોસ્ટ શેર કરીને આ સમગ્ર બાબતની જાણકારી આપી હતી.
મુંબઈ પોલીસે આ આંદાલનમાં ભાગ લેનારને સમન્સ પાઠવીને પુછપરછ તથા એફઆઈઆર નોંધવાનું શરુ કરતા નવો તનાવ સર્જાયો છે. અધિકારીઓની દલીલ છે કે અધવચ્ચેથી કાર્યવાહી બંધ કરી શકાય નહી. ચાર્જશીટ ફાઈલ થયા બાદ જ કેસ પરત ખેચવાની પ્રક્રિયા થશે. જેમાં નિવેદનો નોંધવા- સાક્ષીઓને બોલાવવા સહિતની તમામ કાનુની પ્રક્રિયા થશે.
