ભજન, ભોજન અને ભકિતનો માહોલ છવાયો
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના આરાધ્ય દેવ શ્રી તુલસીશ્યામ ભગવાનના પવિત્ર ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા હજારો શ્યામ સેવકો તુલસીશ્યામના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સનાતન પરંપરા મુજબ ધ્વજા વિજય અને રક્ષાનું પ્રતીક છે. સીતારામ બાપુના ચરણ પાદુકા પૂજન બાદ ડાભીયા પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. સીતારામ ભોજનાના સૂર, ઢોલ-નગારા અને શ્યામના નારા સાથે આખું મંદિર પરિસર ભક્તિમય બન્યું.
બપોરે 12:00 કલાકે વિશાળ જનમેદનીએ મહાઆરતીનો દિવ્ય લાભ લીધો અને ગુરુપૂર્ણિમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મંદિરના ભોજનાલયમાં હજારો ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આજના પાવન દિવસે મહેન્દ્રસિંહ બીટા, નિવૃત્ત લશ્કરના વડા પરિવાર સાથે પધાર્યા હતા.
સમગ્ર વ્યવસ્થા ટ્રસ્ટી બીબી વરુટ્રસ્ટી મહેશભાઈ કોટીલા, વ્યવસ્થાપક ભીખુભાઈ કોટીલા તથા મેનેજર ચિરાગભાઈ ગઢવી તથા સંજયભાઈ બારોટ મહેમાન કમિટીના સભ્યના સેવકોના અથાક પરિશ્રમથી સંપન્ન થઈ હતી.
