ઉના-ગીર ગઢડા પંથકમાં ભારે વરસાદ બાદ નાળાની સફાઈ કરાઈ

માર્ગ અને મકાન વિભાગ પંચાયતની ત્વરીત કામગીરીથી પાણીના વહેણનો માર્ગ ખુલ્લો થયો

ઉના-ગીરગઢડા પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી. વરસાદી પાણીના ભારે પ્રવાહ સાથે વિવિધ સ્થળોએ કચરો, ઝાડની ડાળીઓ તથા અન્ય કચરાપદાર્થો તણાઈને નાળાઓમાં એકઠા થઈ ગયા હતા. જેના કારણે અંબાડા પાટિયાથી જૂના ઉગલા તરફ જતા રોડ પર આવેલા નાળામાં પણ મોટા પ્રમાણ માં કચરો ભરાઈ જતાં પાણીના કુદરતી વહેણને અસર પહોંચી હતી.
નાળામાં કચરો ભરાઈ જવાથી વરસાદી પાણીના નિકાલનો માર્ગ અવરોધિત થયો હતો. જો આગામી દિવસોમાં ફરીથી ભારે વરસાદ પડે તો પાણીનો પ્રવાહ અટવાઈ જવાથી રસ્તા પર પાણી ભરાવાની તેમજ આસપાસના વિસ્તારમાં જળભરાવની સ્થિતિ સર્જાવા ની શક્યતા ઊભી થઈ હતી. આ સંભવિત સમસ્યાને ધ્યાનમાં લઈ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.વિભાગ દ્વારા જે.સી.બી. મશીનની મદદથી નાળામાં ભરાયેલો કચરો તથા વરસાદી પાણી સાથે તણાઈને આવેલો કચરાનો જથ્થો દૂર કરવામાં આવ્યો હતો. નાળાની સફાઈ કરી પાણીના વહેણને સરળ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે વરસાદી પાણી નો નિકાલ ફરીથી સુચારુ રીતે થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.વરસાદી પાણીના નિકાલ માટેઅગમચેતી ના પગલાં ચોમાસાની ઋતુ દરમિયાન નાળા, કોઝવે તથા પાણીના નિકાલના માર્ગોમાં કચરો ભરાઈ જવાથી જળભરાવની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને ભારે વરસાદ બાદ તણાઈને આવતો કચરો પાણીના વહેણને અવરોધે છે. અંબાડા પાટિયા-જૂના ઉગલા રોડ પરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સમયસર નાળાની સફાઈ હાથ ધરવામાં આવતા પાણી ના નિકાલનો માર્ગ ખુલ્લો થયો છે. વિભાગની આ કામગીરીથી આગામી વરસાદ દરમિયાન પાણીનાવહેણ માં અવરોધ ન સર્જાય અને રોડ પર જળભરાવની સમસ્યા ઊભી ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી છે. ભારે વરસાદ બાદ માત્ર રસ્તાઓની જાળવણી જ નહીં પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેના નાળા અને અન્ય માર્ગોની પણ નિયમિત ચકાસણી તથા સફાઈ જરૂરી બને છે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન માર્ગ સલામતી અને પાણીના ઝડપી નિકાલમાં પણ મદદરૂપ થશે.

રિલેટેડ ન્યૂઝ