NEET પેપર લીક કેસમાં CBIએ કોર્ટમાં દૃાખલ કરી પહેલી ચાર્જશીટ

નવી દિૃલ્હી: દૃેશના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે હવે કાયદૃાનો સકંજો વધુ કડક બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ઇચ્છા અનુસાર ઝડપી કાર્યવાહી કરતાં ઝ્રમ્ૈંએ દ્ગઈઈ્-ેંય્ ૨૦૨૬ પેપર લીક કેસમાં ૧૩ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાની પ્રથમ ચાર્જશીટ દૃાખલ કરી છે. CBI ની આ કડક કાર્યવાહીએ સ્પષ્ટ સંદૃેશ આપ્યો છે કે, યુવાનોના સપનાઓ સાથે સોદૃો કરનાર કોઈપણ આરોપી હવે કાયદૃાથી બચી શકશે નહીં. વડાપ્રધાન મોદૃીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા વીડિયો સંદૃેશમાં પેપર લીક કેસની તપાસ માટે વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી.
તપાસ એજન્સીએ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ૩૬૦ સાક્ષીઓના નિવેદૃનો, ૪૨૨ મહત્વના દૃસ્તાવેજો અને ૪૩ ભૌતિક પુરાવાઓનો સમાવેશ કર્યો છે. ઝ્રમ્ૈંની તપાસમાં ખુલાસો થયો છે કે સમગ્ર કાવતરું ગુનાહિત ષડ્યંત્ર, છેતરિંપડી, પુરાવા નષ્ટ કરવા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અંજામ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નવા જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ, ૨૦૨૪ અને ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કડક કલમો હેઠળ કેસ નોંધાયો છે. હાલ કેસના તમામ ૧૩ મુખ્ય આરોપીઓ જેલમાં બંધ છે.

૩ મે, ૨૦૨૬ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદૃ મળતાં જ ઝ્રમ્ૈંએ ૧૨ મેના રોજ હ્લૈંઇ નોંધાવી હતી. તપાસ માટે ૭૨ અધિકારીઓ અને ૮ સાયબર ફોરેન્સિક નિષ્ણાતોની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. એજન્સીએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને દિૃલ્હી સહિત અનેક રાજ્યોમાં ૯૨ સ્થળોએ દૃરોડા પાડ્યા હતા. ઝ્રમ્ૈંએ પેપર લીકના મુખ્ય સ્ત્રોતથી લઈને તેનો લાભ મેળવનારાઓ સુધીની સમગ્ર કડીનો પર્દૃાફાશ કર્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે, ધરપકડ કરાયેલા ૧૩ આરોપીઓમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ)ના કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના ૩ વિષય નિષ્ણાતો પણ સામેલ છે. ઉપરાંત ગેરકાયદૃેસર રીતે પ્રશ્ર્નપત્ર મેળવનારા ૨ કોિંચગ સેન્ટરના સંચાલકો અને વચેટિયાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઝ્રમ્ૈંએ માત્ર આરોપીઓને જેલમાં મોકલ્યા નથી, પરંતુ તેમના નાણાકીય વ્યવહારોની પણ ઊંડી તપાસ શરૂ કરી છે. તપાસ દૃરમિયાન આરોપીઓના અનેક બેંક ખાતાં, બેંક લોકર અને એક ડીમેટ ખાતું પણ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરવામાં આવ્યું છે. હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીનો માર્ગ પણ સાફ થઈ ગયો છે, જેના કારણે સ્પષ્ટ સંદૃેશ ગયો છે કે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે હવે કોઈ રાહત નહીં મળે.

રિલેટેડ ન્યૂઝ