કાજાકિસ્તાનમાં યોજાયેલી વિશ્ર્વ લેવલની ટેનિસ સ્પર્ધામાં ફાઇનલમાં જાપાનના ખેલાડીને હરાવી ખિતાબ મેળવ્યો
કોડીનાર તાલુકા ના ડોળાસા ગામ ના વતની હાલ જૂનાગઢ,ઝંઝરડા રોડ રહેતા દિપકભાઈ બાલુભાઈ કાનાબાર ની માત્ર ચૌદ વર્ષની દીકરી જેન્સી કાનાબારે વિશ્વ કક્ષા ની વધુ એક ટેનિસ ટુર્નામેન્ટ જીતી દુનિયા ભર મા ડોળાસા ગામ અને જૂનાગઢ નુ નામ રોશન કર્યું છે.જેન્સીએ એકજ વર્ષ મા આ બીજું ટાઇટલ જીત્યું છે.
તાજેતર મા કાજાકિસ્તાન ના અસ્તાના ખાતે યોજાયેલી વિશ્વ લેવલ ની ટેનિસ ટુર્નામેન્ટ ની ફાઇનલ મા જાપાન ની ટેનિસ ખેલાડી નાત્સુકી સાથે બે કલાક ને સતાવન મિનિટ ચાલેલા રોમાંચક મુકાબલા બાદ જીત હંસાલ કરી ષ200 ટેનિસ ટાઇટલ જીતી ડોળાસા ગામ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાત અને ભારત દેશ નુ નામ રોશન કર્યું છે. આ સાલ ના જાન્યુઆરી મા જેન્સીએ ઓસ્ટ્રેલિયા મા યોજાયેલી અંડર 14 ટેનિસ ટુર્નામેન્ટ જીતી ટેનિસ જગત મા જાજરમાન આગમન કર્યું હતું. વિશ્વ લેવલ નુ બીજું ટાઇટલ જીતી વિશ્વભર ના
ટેનિસ ખેલાડી ઓ ની રેન્ક મા 32 સ્થાન નો જમ્પ લગાવી 102 ની જગ્યા એ 70 મુ સ્થાન હાંસલ કરશે. જેન્સી ઉપર અભિનંદન ની વર્ષા થઇ રહી છે.આ સાથે જ જેન્સી ને આવતા વર્ષે રમનારા જુનિયરના ચારેય ગ્રાન્ડ સ્લેમમાં એન્ટ્રી મળી જશે
