ડોર-ટુ-ડોર કલેક્શન સુનિશ્ચિત કરવા સૂત્રાપાડા નગરપાલિકાનું વિશેષ આયોજન
ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ શહેર 100 દિવસ મહાઅભિયાન’ અંતર્ગત સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સેનેટરી વર્કર, વોર્ડ સુપરવાઈઝર, ડોર ટુ ડોર વર્કર અને પબ્લિક ટોઈલેટ કેરટેકર સહિતના સ્ટાફ માટે વિશેષ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઇ હતી.
સેનેટરી ઇન્સ્પેક્ટર ખેર અને તેમની ટીમની ઉપસ્થિતિમાં આયોજિત આ તાલીમ વર્ગમાં સ્ત્રોત પર જ કચરાનું 4 પ્રકારે વર્ગીકરણ – લીલો ડબ્બો (ભીનો કચરો), ભૂરો ડબ્બો (સૂકો કચરો), લાલ ડબ્બો (સેનિટરી કચરો) અને કાળો ડબ્બો (ઘરગથ્થુ જોખમી કચરો) – કરવા અંગેની સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત, એકત્ર થયેલ કચરો પરિવહન દરમિયાન ફરી મિક્સ ન થાય તેની સંભાળ રાખવા, રહેણાંક વિસ્તારોમાંથી 1 વખત અને વાણિજ્યિક વિસ્તારોમાંથી 2 વખત 100% ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સુનિશ્ચિત કરવા તેમજ તમામ વાહનોમાં ૠઙજ/ટઝખજ અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા જિંગલ વગાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૂત્રાપાડા શહેરમાંથી કચરાના ન્યૂસન્સ પોઈન્ટ્સ (ઈઝઞ) દૂર કરવા અને સફાઈ કામદારોએ ફરજિયાત ઙઙઊ કિટનો ઉપયોગ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સૂત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈંશ દ્વારા તમામ કામગીરીનો સઘન રિવ્યૂ કરવામાં આવ્યો હતો. તેમણે શહેરમાં દ્રશ્યમાન સ્વચ્છતા (ટશતશબહય ઈહયફક્ષહશક્ષયતત) લાવવા પર ભાર મૂકી, તાલીમની વિગતો, હાજરી પત્રક અને જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ નિયત સમય મર્યાદામાં ’સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (જજઊં) પોર્ટલ પર અપલોડ કરવાની સાથે સુપરવિઝન હેઠળ સમગ્ર સ્થળ પર કામગીરીમાં પૂર્ણ નિયમિતતા અને ચોકસાઈ જાળવવા સ્ટાફને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
