નવનાત વણિક સમાજ દ્વારા 7 પુત્રવધુનું સન્માન કરાયું

પંચરત્ન કાર્યક્રમમાં 12 માતૃત્વ અને 10 જીવદયા રત્ન એવોર્ડ એનાયત કરાયા

રાજકોટમાં નવ નાત વણિક સમાજ આયોજિત ઐતિહાસિક પંચરત્ન કાર્યક્રમ રવિવારે માલવિયા વાડી , ગોંડલ રોડ ખાતે એ. સી. હોલમાં દાતા સ્વ.પુષ્પાબેન કનકરાય તુરખીયા હસ્તે અમીબેન સિદ્ધાર્થભાઈ તુરખીયાના સહયોગે… સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહનાં અધ્યક્ષ સ્થાને ભવ્યાતિભવ્ય રીતે યોજાયો. સવારે સંસ્થાની એ.જી. એમ., ત્યાર બાદ બપોરે ચાર કલાકે એવોર્ડ સમારોહનું આમંત્રિત મહેમાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મૂજબ દિપ પ્રાગટય કરી પંચરત્ન કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
સ્વાગત પ્રવચન જીલ્લા પ્રમુખ યોગેશભાઈ બાવીશીએ કરી તમામ મહેમાનોને આવકાર્યા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું સંસ્થાનાં રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહ તથાં કાયમી માર્ગદર્શક રાકેશભાઈ ડેલીવાળા દ્વારા ભવ્ય સ્વાગત તથાં જાજરમાન અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી અંજલિબેન રૂૂપાણીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ગાંધીનગરથી ખાસ તેમના પુત્ર રૂષભભાઈ રૂૂપાણી ખાસ પધારેલ, તેમનાં હસ્તે… પુત્રવધૂ એવોર્ડ, માતૃત્વ એવોર્ડ તથાં જીવદયા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવેલ અને નવ નાત વણિક સમાજ દ્વારા રાજકોટ ખાતે શ્રેષ્ઠ પુત્રવધૂ એવોર્ડ- શ્રેષ્ઠ માતૃત્વ એવોર્ડ- તથાં જીવદયા રત્ન એવોર્ડનાં પ્રેરણાદાયી આયોજનમાં ધાર્મિક સંસ્થા ૐકારા ફાઉન્ડેશનના ઓમ દાદા, રૂષભભાઈ રૂૂપાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ડો.હેમાંગભાઈ વસાવડા સાહેબ- ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, યોગેશભાઈ છનિયારાબાગેશ્ર્વર ધામ ટ્રસ્ટી ક્ષત્રિય અગ્રણી કરણી સેનાના પૂર્વ પ્રમુખ જે.પી જાડેજા, ધનંજય બિલ્ડરના શૈલેષભાઈ માઉ, વૈભવભાઈ ચોક્સી- રાષ્ટ્રીય ટ્રસ્ટી, મંગેશભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ પ્રભારી, રાકેશભાઈ ડેલીવાળા – સંયોજક -સત્કાર્ય સેવા સમિતિ, હર્ષિલભાઈ શાહ જે.બી ઓ ફાઉન્ડર, રાજેન્દ્રભાઈ શેઠ- પૂજીત રૂૂપાણી ટ્રસ્ટ, ચેતનભાઇ ગોંડલીયા- સાધુ સમાજ, સંદીપભાઈ શ્રીમાન્કર, મુકેશભાઈ તન્ના, હેમાબેન દેસાઈ, તેમજ વિવિધ સેવાભાવી સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ એવમ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ. સંસ્થા દ્વારા 7 શ્રેષ્ઠ પુત્રવધૂ એવોર્ડ, 12 શ્રેષ્ઠ માતૃત્વ એવોર્ડ તથાં 10 જીવદયા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. સંસ્થા દ્વારા જીવદયા માટે 11,111 ડ્રાયફ્રુટ કીડિયારુ પુરવાનો સંકલ્પ કરેલ છે.
આ સમાજલક્ષી ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાયમી માર્ગદર્શક રાકેશભાઈ ડેલીવાળાના સીધાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં પ્રમુખ યોગેશભાઈ બાવીશી, પ્રભારી દિનેશભાઈ મોદી, મોરબી પ્રમુખ નીતિનભાઈ મહેતા, હિતેન્દ્રભાઈ ભાવસાર, ભગવાનજીભાઈ શાહ, ચાંદની બેન મણિયાર, જિલ્લાના અગ્રણીઓ, અમરેલી જિલ્લાના અગ્રણીઓ સહિતના અગ્રણી બહેનોએ જહેમત તથાં મહેનત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ