એસસીઓ સંમેલનમાં ભારત સૌથી સક્ષમ દૃેશ છે ત્ો બાબત વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરવામાં આવી છે. ભારત પોતાની વિદૃેશ નીતિ પર અડગ રહેવા માંગ્ો છે
શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના વૈશ્ર્વિક શિખર સંમેલનમાં એક ઘોષણાની જાહેરાત કરવામાં આવી હતી આ બાબત ભારત માટે એટલા માટે મહત્વપ્ાૂર્ણ માનવામાં આવી છે કે, ત્ોમાં આતંકવાદૃી પ્રવૃત્તિઓની નિંદૃા કરવામાં આવી હતી તથા પહેલગામમાં જે આતંકવાદૃી હુમલો થયો હતો ત્ોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આથી આ વાતનું વાસ્તવિક મહત્વ આ બાબત પર છે જેમાં ભારત્ો પોતાની વિદૃેશ નીતિ મામલે સંતુલન બનાવવું પડી રહૃાું છે. એસસીઓના ૨૫માં સ્થાપના વર્ષના સંમેલનમાં ભારત, ચીન, રશિયા, ઇરાન અને પાકિસ્તાનના ન્ોતાઓ એક સાથે મંચ પર આવ્યા હતા.
જ્યારે પશ્ર્ચિમ એશિયામાં યુધ્ધ ચાલુ રહૃાું છે. યુક્રેનમાં સંઘર્ષ યથાવત છે અન્ો વિશ્ર્વની અર્થ વ્યવસ્થામાં ઉથલ પાથલ થઇ રહી છે ત્યારે આ ઘોષણા ભારત માટે મહત્વની છે.
ઉપરાંત આ સંમેલનમાં ઇરાનની સંપ્રભુતાનું સમર્થન કરવામાં આવ્યું હતું અને અમેરિકા દ્વારા મૂકાયેલા એક તરફી પ્રતિબંધોનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ યુક્રેનમાં રશીયાની સીધી કાર્યવાહીની ટીકા કરવામાં આવી ન હતી આથી ભારત માટે આ બાબત એક તક પણ છે અને પડકાર પણ છે ત્ોમ ગણાવી શકાય.
ભારત માટે સૌથી મોટી ઉપલબ્ધિ આતંકવાદૃના સવાલ પર ઘોષણાની ભાષા છે. એસસીઓના
બધા ન્ોતાઓએ આતંકવાદૃના દૃરેક પાસાની િંનદૃા કરી હતી અને જણાવ્યું
હતું કે, જે દૃેશ આંતકવાદૃીઓન્ો સહારો આપ્ો છે ત્ોના વિરૂધ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.
આ ઉપરાંત આ ઘોષણામાં સૌથી મહત્વની બાબત આ છે કે, પહેલગામમાં થયેલા આતંકવાદૃી હુમલાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીન્ો જે પીડિતો છે ત્ોમના પ્રત્યે દૃરેક દૃેશના ટોચના ન્ોતાઓએ સંવેદૃના વ્યકત કરી હતી અન્ો જે દૃેશ જવાબદૃાર છે ત્ોન્ો ન્યાયના કઠેડામાં લાવવાની વાત કરવામાં આવી હતી. આથી આ સંમેલનમાં ભારતન્ો પોતાનો પક્ષ મજબ્ાૂત રીત્ો ઉચ્ચારણ કરવાનો સમય અન્ો તક મળી અન્ો આતંકવાદૃન્ો રાજનીતિની સુવિધા અનુસાર સારો તથા ખરાબ માનવો જોઇએ નહીં ત્ોમ સ્પષ્ટપણે જણાવવાની તક મળી હતી.
વડાપ્રધાન્ો આ સંમેલનમાં સ્પષ્ટ રીત્ો જણાવ્યું હતું કે, આતંકવાદૃ માનવતા સામે ગંભીર પડકાર છે તથા આતંકવાદૃન્ો રાજ્ય નીતિના હથિયારના રૂપમાં ઉપયોગ કરતા દૃેશોન્ો આ રણનીતિક હથિયાર તરીકે જે આતંકવાદૃીઓનો ઉપયોગ થઇ રહૃાો છે ત્ો માટે સંમતિ આપવી જોઇએ નહીં. બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે પાકિસ્તાન આંતકવાદૃથી પીડિત દૃેશ છે ત્ોમ આ સંમેલનમાં ઉચ્ચારણ કર્યું હતું પરંતુ ભારત સરહદૃ પારથી થતા આતંકવાદૃી હુમલાઓની વાત એજન્ડાના કેન્દ્રમાં રાખવામાં સફળ થયું હતું. આ ઘોષણામાં એક મોટો વિરોધાભાસ જણાય છે એસસીઓએ સંપ્રભુતા તથા ક્ષેત્રિય અખંડતાન્ો મૂળ સિધ્ધાંત માનીન્ો ઇરાન વિરૂધ્ધ અમેરિકા તથા ઇઝરાયલની સ્ૌન્ય કાર્યવાહીની ટીકા કરી હતી અને એક તરફી પ્રતિબંધોનો વિરોધ કરવામાં આવ્યો હતો તથા પરમાણું અપ્રસાર સંધી અંતર્ગત ઇરાનમાં જે શાંતિપ્ાૂર્ણ પરમાણું ઊર્જા કાર્યક્રમ ચાલી રહૃાો છે આ મામલે ત્ોના અધિકારનું સમર્થન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘોષણામાં યુક્રેનમાં રશિયાના આક્રમણની ટીકા કરવામાં આવી ન હતી આ સમજી વિચારન્ો કરેલો નિર્ણય દૃર્શાવે છે કે, એસસીઓ કોઇ એક જૂટ રણનીતિવાળું ગઠબંધન નથી પરંતુ અલગ અલગ હિતો વાળો દૃેશ છે.
ભારત માટે ઇરાન સાથે જોડાયેલી ભાષા વિશેષ સ્વરૂપ્ો સંવેદૃનશીલ છે નવી દિૃલ્હી સંપ્રભુતનું ઉલ્લંઘન તથા એક તરફી પ્રતિબંધોનો વિરોધ કરે છે પરંતુ અમેરિકા સામે ભારતના રણનીતિ વાળા સંબંધો મજબ્ાૂત છે આથી ભારત્ો હવે એવો માર્ગ અપનાવવો પડશે જેમાં ત્ો સંપ્રભુતા તથા શાંતિપ્ાૂર્ણ પરમાણું સહયોગ જેવા સિધ્ધાંતોનું સમર્થન કરે પરંતુ અમેરિકા વિરોધી જે દૃેશો છે ત્ોમાંથી ત્ો દૃૂર રહે. એસસીઓન્ો અમેરિકા વિરોધી ગઠબંધન વાળા દૃેશો છે ત્ોમ માનવું જોઇએ નહીં ભારત અને ચીન આ સંગઠનમાં સહયોગ આપ્ો છે પરંતુ હિમાલયની સરહદૃ સહિત અનેક મુદ્દા પર ભારતન્ો ચિન સાથે અણબનાવ છે ભારત અમેરિકા સાથે ચતુષ્કોણીય સુરક્ષા સંવાદૃ કરી શકે છે જ્યારે ભારત અને પાકિસ્તાન કાશ્મીર તથા આતંકવાદૃના પ્રશ્ર્ન પર આમન્ો-સામન્ો છે.
મધ્ય એશિયાના દૃેશો રશિયા તથા ચીન સાથે સંબધ યથાવત રાખે છે જેમાં યુરોપ, તુર્કિ, તથા અમેરિકા સાથે પોતાના સંબંધો વધારે છે. તુર્કિ સ્વયં નાટોનું સભ્ય છે આથી ત્ો પોતાની ભૂમિકા મજબ્ાૂત કરી રહૃાું છે આથી એસસીઓન્ો પશ્ર્ચિમ વિરોધી ગઠબંધન કહેવાના બદૃલે પરસ્પર હિતોની વચ્ચે સંવાદૃના રૂપમાં જોવાનું વધુ યોગ્ય હશે.
