મહાનગરપાલિકાને રૂા.16.09 લાખની આવક થઈ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ, રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાતે લીધી હતી. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. સાતમ આઠમના તહેવાર નિમિતે તા.03-09-2026 થી 06- 09-2026 સુધી પ્રદ્યુમન પાર્ક ઝૂ કુલ 73565 સહેલાણીઓ, રામવન અર્બન ફોરેસ્ટ ખાતે 5483 અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 802 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ 73565 મુલાકાતીઓ મુલાકાતે આવ્યા હતા જેમાં રાજકોટ મહાનગર પાલિકાને રૂૂા.16, 09,640/-ની આવક થયેલ છે. રામવન અર્બન ફોરેસ્ટ ખાતે કુલ 5483 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂૂ. 1,16,680 લાખની આવક થયેલ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 802 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
