ઈરાન યુદ્ધના કારણે વિશ્ર્વમાં ક્રુડતેલ સપ્લાય અસ્તવ્યસ્ત થઈ છે અને ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ બંધ હોવાથી તથા ગલ્ફના દેશોની ક્રુડતેલ ઉત્પાદન વહન ક્ષમતા ઘટી હોવાથી ભારતે તેની ક્રુડતેલ સપ્લાય માટે કુલ 31 દેશો સાથે કરાર કર્યા છે. પરંતુ રશિયા એ ભારતનું ટોચનું સપ્લાયર બની રહ્યું છે તથા દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર રશિયા પુરુ પાડે છે. એક તરફ અમેરિકા એ યુક્રેન યુદ્ધના કારણે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી સામે ભારત પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી છે પણ ભારતે તેની પરવા કર્યા વગર જ આ સપ્લાય ચેઈન જાળવી રાખી છે. રસપ્રદ બાબત એ છે કે રશિયા પાસેથી ક્રુડતેલ મંગાવ્યા બાદ ભારત તેના રિફાઈન્ડ પ્રોડકટ પેટ્રોલની સૌથી વધુ નિકાસ રશિયાને કરે છે અને યુરોપમાં ડિઝલ સપ્લાય કરવામાં પણ ભારત નંબર-વન બની ગયુ છે. ભારતને રશિયા બાદ ક્રુડતેલ સપ્લાયર્સ વેનેઝુએલા, બ્રાઝીલ, યુએઈ, સાઉદી અરેબીયા એમ ચાર દેશો આવે છે. જયારે અમેરિકા પાસેથી એલએનજીથી ખરીદી સૌથી વધુ કરે છે તેની સામે અમેરિકાની ક્રુડતેલ સપ્લાય ઘટી છે.
રિલેટેડ ન્યૂઝ
-
નવસારી ખાતે મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ ‘ભાજપા કાર્યાલયનું લોકાર્પણ સત્તા, પદ, સંગઠન અને વ્યવસ્થા એ માત્ર જનકલ્યાણ અને સેવાના સાધન બનવા જોઇએ:વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્ત્ો નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દૃેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-છૈં આધારિત અત્યાધુનિક ‘નમો... -
ભારત સમક્ષ રણનીતિ મુજબ સંતુલન સાધવાનો પડકાર
એસસીઓ સંમેલનમાં ભારત સૌથી સક્ષમ દૃેશ છે ત્ો બાબત વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરવામાં આવી છે. ભારત... -
નાના વેપારીઓને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી પૂર્ણ કરવાની સૂચના
દૃેશમાં યુપીઆઈ પેમેન્ટ રોિંજદૃા જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે. શાકભાજીની લારીથી લઈને દૃૂધની દૃુકાન અને...
