ભડકે બળતા ક્રુડતેલ વચ્ચે ઘરઆંગણે જથ્થાબંધ ફુગાવો પણ 9.92 ટકા

મોંઘવારીનો નવો જબરો ડોઝ આવી રહ્યો છે: છુટક ફુગાવો પણ વધશે

એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવ 108 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે અને ભારતીય બાસ્કેટનું બ્રેન્ટ ક્રુડ તો 110 થી 112 ડોલર સુધી પડતર થાય છે તેથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા એ સરકાર પર દબાણ આવશે તે વચ્ચે ફુગાવો પણ વધવા લાગ્યો છે અને ઓગસ્ટ માસના જથ્થાબંધ ફુગાવો 9.92 ટકાની રેકર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યો છે. જેને કારણે છુટક ફુગાવામાં પણ મોટો વધારો થશે તેવા સંકેત છે. જુલાઇ માસમાં છુટક ફુગાવો 9.78 ટકા હતું જેમાં ખાદ્યચીજોના ભાવ વધતા જથ્થાબંધ ફુગાવો ઉંચકાયો છે. આ ફુગાવાની ગણતરી ઉત્પાદક ચીજોના ભાવ અને ખાદ્યચીજોના જથ્થાબંધ ભાવના આધારે થાય છે. ગત વર્ષે આ જ સમયે ફુગાવો 7.05 ટકા હતો. સરકાર દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરાયો છે અને પીએનજીના ભાવ પણ વધ્યા છે. જ્યારે કોમર્શીયલ ગેસ સીલીન્ડર પણ મોંઘો બન્યો છે. બીજી તરફ સાઉદી અરેબીયાના ક્રુડ તેલની પાઇપલાઇન પર હુથીના હુમલાના કારણે તે પણ બંધ કરવી પડી છે જેના કારણે આંતરરાષ્ટ્રી માર્કેટમાં ક્રુડ તેલનું દબાણ વધ્યું છે અને તેના કારણે ફુગાવો વધુ તીવ્ર રીતે વધશે તેવા સંકેત છે. સરકાર હવે તેમાં
ક્યાં સુધી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને રાહત આપે છે તેના પર નજર છે.

રિલેટેડ ન્યૂઝ