બાલાજી હનુમાન મંદિરે મંત્રી પાનસેરિયા અને ધારાસભ્ય ટીલાળાએ શીશ ઝુંકાવ્યું

મહંત વિવેકસાગર દાસજીએ સ્વાગત કર્યુ

લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) આજે એક વિશેષ મુલાકાત યોજાઈ હતી. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ખાસ સમય ફાળવીને શ્રી બાલાજી હનુમાનજી મંદિરે દર્શનાર્થે પધાર્યા હતાં. બંને મહાનુભાવોએ અત્યંત ભક્તિભાવપૂર્વક બાલાજી દાદાના દિવ્ય સ્વરૂૂપના આસ્થાભેર દર્શન કરી વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. સરકારી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે દાદાના ચરણોમાં સમય ફાળવીને સમગ્ર રાજ્યની સુખાકારી, સારા સ્વાસ્થ્ય અને અવિરત પ્રગતિ માટે અંત:કરણપૂર્વક પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. આ મંગલ અવસરે મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસ સ્વામી દ્વારા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનું પુષ્પહારથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામીએ બંને અગ્રણીઓને દાદાની વિશેષ કૃપા તેમના પર સદાય બની રહે અને જનસેવાના કાર્યોમાં ઉત્તરોત્તર સફળતા મળે તેવા દિવ્ય આશીર્વાદ પાઠવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ