કુંડલિયા કોલેજ રાજકોટ ખાતે પેરા મીલીટ્રી ફોર્સ અને આર્મી તાલીમ શિબિર યોજાઈ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ કેમ્પસ, રાજકોટ ખાતેથી ોજગાર વિનિમય કચેરી, રાજકોટ ખાતેથી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા આર્મી / એરફોર્સ/ નેવી/અર્ધલશ્ર્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી માટેની તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. કોલેજના વિદ્યાર્થીઓ આર્મી / એરફોર્સ/ નેવી/ અર્ધલશ્ર્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂ ર્વેશારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના માર્ગદર્શન માટે કેરીયર કાઉન્સેલર રાજેશભાઈ ચૌહાણ તથા સિનીયર કલાર્ક મયુ રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે અંતગર્ત ચાલુ વર્ષે રોજગાર કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિ:શુલ્ક(રહેવા- જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને રૂૂપિયા 100/-સ્ટાઇપેન્ડ પ્રતિ દિન આપવામાં આવશે. તાલીમ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. કોલેજ ખાતે તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત/ઉંમર/શારીરિક યોગ્યતા વગેરે બાબતે ભરતી માટેની તાલીમ વર્ગો માટેનું વિદ્યાર્થીઓને સેમીનારમાં માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ સેમીનારનું આયોજન અને સંચાલન કોલેજના આચાર્ય ડો. પ્રીતિબેન ગણાત્રાનાં સતત માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાનાં કો-ઓર્ડીનેટર ડો. દિલીપસિંહ ડોડિયા અને સહપ્રો ગ્રામ ઓફિસર ડો. એચ. આર. ભાલિયાએ કરેલ. રાષ્ટ્રીય સેવા યોજનાનાં અને કોલેજનાં 324 વિદ્યાર્થીઓ દ્વારા ઉમળકાભેર ભાગ લઈ અને રાષ્ટ્રીય સેવા યોજનાનાં કો-ઓર્ડીનેટર ડો. દિલીપસિંહ ડોડિયા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં. આ માર્ગદર્શન સેમીનારની સફળતાને બિરદાવતા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ તથા ડો. યજ્ઞેશભાઈ જોષીએ વિદ્યાર્થીઓ તથા સમગ્ર ટીમને ખૂબખૂ બશુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ સેમીનારને સફળ બનાવવા કોલેજનાં આચાર્ય ડો. પ્રીતિબેન ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ