ડિસેમ્બરના અંત સુધીમાં હિરાસર એરપોર્ટથી ઉડશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ

ઈમિગ્રેશન વિભાગની તૈયારીઓ પૂર્ણ : મંજુરીની રાહ

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટ પરથી આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂૂ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સેવા નિર્ધારિત સમય મુજબ શરૂૂ થઈ જશે, તો રાજકોટ અને સૌરાષ્ટ્રભરના લાખો નાગરિકો માટે વિદેશ મુસાફરી કરવાનું પહેલા કરતાં ઘણું સરળ અને સમય બચાવનારું સાબિત થશે.હાલમાં વિદેશ જવા માટે સૌરાષ્ટ્રના મુસાફરોએ મુખ્યત્વે અમદાવાદના એરપોર્ટ પર આધાર રાખવો પડે છે. રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન સુચારૂૂ રૂૂપે થઈ શકે તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂૂ કરવા માટે સૌથી મહત્વની જરૂૂરિયાત એરપોર્ટ પર કસ્ટમ્સ અને ઈમિગ્રેશન વ્યવસ્થાની હોય છે. આ દિશામાં એરપોર્ટ પ્રશાસન દ્વારા તમામ જરૂૂરી પ્રક્રિયાઓને ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર ઈમિગ્રેશનને લગતી તમામ ભૌતિક અને તકનીકી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. સુરક્ષા અને સ્કેનિંગ માટે જરૂૂરી અત્યાધુનિક મશીનરી પણ એરપોર્ટ પર પહોંચી ચૂકી છે. હાલમાં આ મશીનોના સંચાલન માટે સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે. ઈન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર દરમિયાન કાયદો, વ્યવસ્થા અને કાગળની ચકાસણી માટે ઈમિગ્રેશન પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ હોય છે. આ પ્રક્રિયાને પાર પાડવા માટે તાજેતરમાં રાજકોટ પોલીસના પી.આઈ., પી.એસ.આઈ. સહિત અંદાજે 11 જેટલા કુશળ પોલીસ કર્મચારીઓએ ખાસ તાલીમ પૂર્ણ કરી લીધી છે. આ તાલીમ માટે અમદાવાદ ખાતે વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આંતરરાષ્ટ્રીય મુસાફરોના પાસપોર્ટ ચેકિંગ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઈમિગ્રેશનના નિયમો અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલાં આ પ્રશિક્ષિત સ્ટાફની ઉપસ્થિતિ એરપોર્ટની ક્ષમતામાં મોટો વધારો કરશે. એરપોર્ટના વિશ્ર્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઈમિગ્રેશન વિભાગની તમામ હાર્ડવેર અને સોફ્ટવેર તૈયારીઓ તેમજ સ્ટાફની ટ્રેનિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. એરપોર્ટ પર સ્કેનિંગ અને અન્ય ટેકનિકલ સાધનો પણ ફિટ કરી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર કેન્દ્ર અને સંબંધિત વિભાગોની આખરી

રિલેટેડ ન્યૂઝ