રપ વર્ષ સુધીની અવિરત જનસેવા માટે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવતા પૂર્વ સાંસદ રામભાઇ મોકરીયા

વડાપ્રધાન નરેદ્ર મોદીને તેમના 76 માં જન્મદિવસ તેમજ ગુજરાતમાં તારીખ 07/10/2001 થી મુખ્યમંત્રી તરીકે તથા તારીખ 26/05/2014 થી પ્રધાનમંત્રી તરીકે આજદિન સુધી સતત 25 વર્ષ સુધી અવિરત જનસેવા અને સફળ સુશાશન પૂર્ણ કરવા બદલ પૂર્વ સંસદસભ્ય રામભાઇ મોકરીયાઓ શુભેચ્છા પાઠવી છે.
તા. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જનસેવાના એક નવા યુગનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તા. 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે દેશની સર્વોચ્ચ લોકતાંત્રિક જવાબદારી સંભાળી, તેમણે ગુજરાતના વિકાસના અનુભવો અને સુશાસનની સંકલ્પનાને સમગ્ર દેશના વિકાસ સાથે જોડી દીધી. આજે તા. 7 ઓક્ટોબર 2026ના દેશના વડા પ્રધાન તરીકે તેમની આ અવિરત 25 વર્ષની જનસેવાની યાત્રા લોકશાહી ભારતના ઇતિહાસમાં એક અનોખું અને ગૌરવપૂર્ણ પ્રકરણ બનેલ છે.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસ, ઉદ્યોગ, કૃષિ, વીજળી, પાણી, માળખાકીય સુવિધાઓ અને સુશાસનના ક્ષેત્રે નવી દિશા પ્રાપ્ત કરી. ગુજરાતમાં શરૂ થયેલા જઠઅૠઅઝ અને જ્યોતિગ્રામ જેવા પ્રયોગોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરીને ઙછઅૠઅઝઈં જેવા શાસનના અસરકારક મોડેલ ઊભા કરવામાં આવ્યા.
ૠજઝ જેવા ઐતિહાસિક આર્થિક સુધારા, ડિજિટલ પેમેન્ટનો વ્યાપ, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝડપી વિકાસ, હાઇવે અને રેલવેના વિસ્તરણ, મેન્યુફેક્ચરિંગ તથા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને પ્રોત્સાહન અને ભારતની વૈશ્વિક ભૂમિકાને મ જબૂત બનાવવાના પ્રયાસો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મહત્વપૂર્ણ વિશેષતાઓ બની છે.
અંતમાં રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે કે દેશની 140 કરોડથી વધુ જનતાના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓ સર કરે, વિશ્વના અગ્રણી રાષ્ટ્ર તરીકે વધુ મજબૂત બને અને *‘વિકસિત ભારત 2047’નું સ્વપ્ન સાકાર થાય તેવી હૃદયપૂર્વકની શુભકામના વ્યકત કરી છે.

રિલેટેડ ન્યૂઝ