જૂની અદાવતનું પ્રાથમિક કારણ
ભાવનગર જિલ્લાના ઘોઘા માં જૂની માથાકૂટની અદાવતમાં યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ આશરે બે મહિના પહેલા મૃતકને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળીને યુવકને જીવલેણ ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું. ગઈકાલે હત્યા નો બનાવ બન્યો હતો. બનાવ બન્યો હતો. બનાવ બાદ સમગ્ર ઘોઘામાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘોઘા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એમ.એન. ચાવડાએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી આરોપીઓની ભાળ મેળવી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં અસલમ મહેબુબભાઈ શેખ (રહે. કસ્બાતીવાડા, ઘોઘા), સંજયભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન (રહે. ખ્રિસ્તીવાડા, ઘોઘા) અને જુલીયન સંજયભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન (રહે. ખ્રિસ્તીવાડા, ઘોઘા)નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિત અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, ત્યારે આરોપીઓએ આ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
