રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન દ્વારા ઓપન વોટર સી સ્વીમીંગ કાયાકિંગ એ ડવેન્ચર એક્ષપીડિશનનું ર1મીએ આયોજન
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ થી દેલવાડા – 150 કિ.મી. ઓપન વોટર સી સ્વિમિંગ તથા કાયકઇંગ એડવેન્ચર એક્ષપીડિશન રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એશોશીએશન (છઉજઅ) દ્વારા, પરમ આદરણીય માનનીય વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીના આહ્વાન અનુશાર સોમનાથ સ્વાભિમાન પર્વ 2926 અંતર્ગત સોમનાથદાદા થી પાર્શ્વનાથ દાદા (દેલવાળા-સિમોર બીચ) અંદાજે 150 કિલોમીટર ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયાકિંગ અભિયાન તારીખ 21 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન યોજાવાનું છે.
આ અભિયાનનો પ્રારંભ 21 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે ના બીચથી શરૂ થશે અને દસ દિવસની સતત સમુદ્રી સફર બાદ 2 માર્ચ 2026 ના રોજ સીમર બીચ દેલવાડા ખાતે સમાપન થશે. સમગ્ર રૂટ અંદાજે 150 કિલોમીટર લાંબો છે જેમાં સુત્રાપાડા, મુળ દ્વારકા, સિકોતર માતા મંદિર બીચ, વેલણ લાઈટ હાઉસ, ઘોઘલા,સિમોર બીચ સહિતના દરિયાઈ વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ અભિયાનમાં સ્વિમર તરીકે વેનેસા શુક્લા (ઉ.19), પાર્થિવ મેઘાણી(ઉ. 15) અને દિવ્યમ ચોટલિયા(ઉ.14) જિનલ પિત્રોડા (ઉ.18) ,જ્યારે કાયાકિંગ ટીમમાં આર્યન જોશી (ઉ.20), વેદાંત જોશી(ઉ.18) અને સિદ્ધરાજ સોલંકી(ઉ.18) જોડાશે. જે તમામ ખેલાડીઓ ઓપન વોટર સ્વિમિંગ અને કાયકિંગ ના ખૂબ જ અનુભવી છે અને તેઓ દ્વારા ભૂતકાળ માં અનેક વખત ઓપન વોટર સ્વિમિંગ અને કાયકિંગ કરવા માં આવેલ છે.
આ અભિયાનમાં અંકિતા પાનસૂરિયા દ્વારા સ્કૂબા ડાઈવિંગ મારફતે દરિયાની અંદર સફાઈ કરવી અને દરિયાય જીવ સૃષ્ટિ સવર્ધન – જાળવણી અને જાગૃતિ ફેલાવવા નો ઉદેશ છે. સાથે લૂપ્ત થતી રમત સઢ વાળી હોળી કેવી રીતે ચલાવવી શકાય તે અંગે ની જાણકારી શ્રી ભરતભાઈ કામલિયા દ્વારા આ અભિયાન દ્વારા આપવામાં આવશે. કેર ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી તથા તેમની ટિમ દ્વારા કેન્સર અંગે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવામાં આવશે.
આ અભિયાનના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલારાના સહયોગથી રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ રમત-ગમત મંત્રી ઉમેશભાઈ રાજગુરૂ કાર્યરત છે.
આ કાર્યક્રમમાં બંકિમ જોશી, દિનેશ હપાણી, પ્રકાશ કલોલા, નીરજ દોશી, નિલેશ રાજ્યગુરુ, મયુરસિંહ જાડેજા વિનોદભાઈ જોશી,જયશ્રી બેન વાંકણી, મૈત્રી જોશી, પ્રતાપ પરમાર, અશોક અઢીયા, દીક્ષિત ધાંજા, મયુર પાજરી, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ (પોરબંદર), સેવાઓ આપી રહ્યા છે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે બાનલેબ પ્રાઈવેટ લિમિટેડ,કીચ આર્કિટેકલ્ચર પ્રાઈવેટ લિમિટેડ, મસકત પોલીમર્સ પ્રાઈવેટ લિમિટેડ, વિશાલ સર્જીક્લ પ્રાઈવેટ લિમિટેડ, ફાર્મા કિંગ ફૂડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઑરબિટ બેરિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ,સિલ્વર સ્ટાર એક્સ્પોર્ટ, ટીલારા પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ, પાન હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ, દાવત બેગ્રેજિસ પ્રાઈવેટ લિમિટેડ, જ્યોતિ સિ.એન.સી. વિક્રમ – વાલ્વ, ચોલો કાયક, રોલેક્સ રોલ્ડ રિંગ્સ, મેક્ષોલાઈન, સૌરાષ્ટ્ર કચ્છ ટ્રાયથલોન અને ઉમિયા સ્ટીલ, ફાલ્કન પંપ નેશનલ વાયર પ્રોડક્ટ જેવા પ્રતિષ્ઠિત સહયોગીઓનો સહકાર પ્રાપ્ત થયો છે.તેમ ડિસ્ટ્રિકટ સ્વિમિંગ એસોનાં સેક્રેટરી બંકિમ જોશીની યાદીમાં જણાવાયું છે.
