આ નીતિ રાજ્યને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવશે અને વૈશ્ર્વિક સીરે આગળ વધવામાં મદૃદૃરૂપ થશે
મહાત્મા મંદિૃર, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ ૨૦૨૬ દૃરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરાઈ છે
આ નવી નીતિની હેતુ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.વિકસિત ગુજરાતથી વિકસિત ભારત જ્ર૨૦૪૭” ના વિઝનને સાકાર કરવા આ નીતિ રાજ્યને ટેક્નોલોજીમાં આત્મ નિર્ભર બનાવશે અને વૈશ્ર્વિક સ્તરે આગળ વધવામાં મદૃદૃરૂપ થશે.
આ નીતિનો ખાસ ભાગ છે. રૂા.૧૦૦૦ કરોડનો સ્વદૃેશી અનુસંધાન ફડ, આ ફૂડ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર, કવાટમ ટેકક્નોલોજી, બાયોટેકક્નોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેકક્નોલોજી, ઇમર્સિવ ટેક્નોલોજી અને અંતરિક્ષ જેવા મહત્વના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. રાજ્યમાં ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર બનાવવામાં આવશે. શરૂઆત ગાંધીનગર-અમદૃાવાદૃ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદૃ વડોદૃરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જુનાગઢ- જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે ઇનોવેશન અને R&D હબ્સ ઉભા કરાશે.આ પોલીસી અંતર્ગત માનવ સંસાધન વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ૨૦૩૦ સુધી ૧ લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ લે છે. દૃર વર્ષે ૨૫૦JRF/SRF/PDF ફેલોશિપ આપવામાં આવશે. ‘‘વુમન ઇન ઇનોવેશન ફેલોશિપ, એકીકૃત ગુજરાત H&D પોર્ટલ અને રાજ્યવ્યાપી STEM પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંશોધન તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે. વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે.
