ક્રૂડતેલ એક વર્ષના તળીયે : પેટ્રોલ-ડિઝલ સસ્તા થવાનો માર્ગ ખુલ્યો

બ્રેન્ટ ક્રુડ 74 ડોલર: અમેરિકાનો સ્ટોક પણ વધતા માર્કેટ પર દબાણ: જો કે બેંકીંગ કટોકટી ઉપરાંત ચીનની ડિમાન્ડ પર નજર

નવી દિલ્હી તા.16
અમેરિકા અને યુરોપમાં સર્જાયેલી બેંકીંગ કટોકટીના કારણે અને અમેરિકામાં ક્રુડતેલનો સ્ટોક વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 1 વર્ષની સૌથી નીચી સપાટીએ તે આવી ગયો છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ કે જે ભારતીય બાસ્કેટનો ગણાય છે તે છ ટકા જેટલો ઘટીને 72.34 ડોલર પ્રતિ બેરલ નોંધાયો છે અને હવે ચીનની ડિમાન્ડ કેવી આવે છે તેના પર સૌની નજર છે. અમેરિકામાં ક્રુડનો સ્ટોક વધીને માર્ચ 10 ના અંતે 480.1 લાખ બેરલનો સ્ટોક થતા હવે વૈશ્ર્વિક બજારમાં પણ તેનું દબાણ આવશે અને તેના કારણે આગામી દિવસોમાં ભારત માટે પણ ક્રુડતેલ સસ્તુ થશે. જો કે દેશમાં છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુખ્યત્વે યથાવત રખાયા છે પરંતુ માનવામાં આવે છે કે કર્ણાટકની ચૂંટણી પુર્વે આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થશે. એક તબકકે ક્રુડતેલના ભાવમાં 11 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ થોડા સુધારા બાદ બ્રેન્ટ ઓઈલ એપ્રિલ ફયુચરમાં 74.28 ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડીંગ થઈ રહ્યું છે. હાલ વિશ્ર્વમાં ક્રુડતેલની માંગમાં જે ઘટાડો છે તે એક વખત બેંકીંગ કટોકટી પુરી થાય તો તે ફરી ઉપર આવશે.

રિલેટેડ ન્યૂઝ